અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે IMD પાસેથી વરસાદના ડેટા લેશે. શહેરમા ભરાતા વરસાદી પાણીનો ઝડપથી નિકાલ કરાશે. વરસાદની આગાહી સમયે તૈયારી માટે ડેટા લેવાશે. કઈ જગ્યાએ સૌથી વધુ અને ઓછો વરસાદ પડે છે તેના ડેટા લેવામાં આવશે.આ ડેટાના આધારે AMCની ટીમ ત્યાં ખડેપગે રહેશે. વરસાદી પાણીનો ઝડપી નિકાલ કરવા વિશેષ સ્ટાફ રાખવામાં આવ્યો છે. AMC દ્વારા 146 વોટર લોગીંગ સ્પોટ ડિટેક્ટ કરાયા છે. અમદાવાદમાં 147 જગ્યાએ વરસાદી પાણી ભરાઈ શકે છે. 27 રૈન ગેજ મશીન મૂકીને વરસાદનો ડેટા મેળવશે. 24 અંડરપાસમાંથી પાણી ઉલેચવા હેવી પંપ મૂકાશે.
પ્રિ મોન્સૂનની કામગીરી ઝડપી પૂર્ણ કરવા આદેશ
અમદાવાદ મહાનગર પાલિકામાં ગઈકાલે તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે પ્રિ મોન્સૂન પ્લાન અંગે બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં ચોમાસા પહેલા શહેરમાં પ્રિ મોન્સૂન પ્લાન અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.આ બેઠકમાં શહેરમા પ્રિ મોન્સૂનની કામગીરી ઝડપી પૂર્ણ કરવા ચર્ચાઓ કરવામાં આવી હતી.આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારમાં ભરાતા પાણીના યોગ્ય નિકાલ અંગે પણ ચર્ચાઓ કરાઈ હતી.શહેરમાં ચોમાસામાં ક્યાં પાણી ભરાય છે તે સ્પોટ પર પાણી ના ભરાય તે અંગેની કામગીરી કરવા સૂચના અપાઈ છે.શહેરમાં જ્યાં ભૂવા પડે ત્યાં તાત્કાલિક બેરિકેટિંગ કરીને તેનું પુરાણ કરવા સૂચના અપાઈ છે.
રોડ રિસર્ફેસની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવા નિર્દેશ
રોડ રિસર્ફેસની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવા નિર્દેશ કરાયો છે.ચોમાસામાં સ્કૂલો અને ઈમર્જન્સી સ્થળો પર મોકડ્રીલ યોજવા અધિકારીઓને કહેવાયું છે. શહેરમાં અત્યાર સુધીમાં 147 વોટર લોગિંગ સ્પોટ પર પાણી ના ભરાય તે માટેની કામગીરી કરાઈ છે. વેસ્ટર્ન ટ્રન્ક લાઇન અને ઇસ્ટર્ન ટ્રન્ક લાઇનનું કામ ઝડપી પૂર્ણ કરવા આદેશ કરાયો છે.અમદાવાદ શહેરમાં 27 ઓટો રેન ગેઝ મુકવામાં આવ્યાં છે. જેનાથી 15 મિનિટમાં કેટલો વરસાદ પડ્યો તેની ખબર પડશે.શહેરમા ઝોન દીઠ ફરિયાદ નંબર શરૂ કરાશે.શહેરમા 24 અંડરપાસમાં હેવી કેપેસીટીના પંપ મુકાશે.શહેરમાં 68443 કેચપીટની બે વખત સફાઈ કરવામાં આવી છે. શહેરમાં ભારે પવન અને વરસાદની સ્થિતિમાં ઝાડ પડવા અંગે ફાયર અને ગાર્ડન વિભાગ કામગીરી કરશે.









