ગન લાઈસન્સના દેશ વ્યાપી રેકેટના મુખ્ય સૂત્રધાર સોકતઅલી સૈયદ સહિત વધુ 17 આરોપીઓની એટીએસએ ધરપકડ કર્યાનો ઘટસ્ફોટ શનિવારે કર્યો હતો. નકસલ પ્રભાવીત રાજ્ય નાગાલેન્ડ -મણિપુરમાંથી ગેરકાયદેસર રીતે ગન લાઈસન્સ લેવાના રેકેટમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા 40 પર પહોંચી છે. ગુજરાત એટીએસએ પકડેલા આરોપીઓ પાસેથી વધુ 8 હથિયાર અને 170 કારતૂસ જપ્ત કર્યા છે.


ગુજરાત એટીએસએ ગન લાઈસન્સના દેશ વ્યાપી રેકેટનો પર્દાફાશ કરી અગાઉ સાત એજન્ટ અને 16 આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસની તપાસમાં હરિયાણાના નુહમાં ગન હાઉસ ચલાવતા સૌકતઅલી સૈયદ, ફારૂકઅલી, સોહીમઅલી તથા આસીફનાઓ લાખો રૂપિયા લઈ ગેરકાયદેસર રીતે ગન લાઈસન્સ અપાવતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. એટીએસએ ગત તા.7મીએ આર્મ્સ એકટની કલમ 25(1-બી)(એ), 27,29,30 હેઠળ ગુનો દાખલ કર્યો અને સૌકતઅલીના સાત એજન્ટો સેલા બોળીયા, વિશાલ પંડયા, અર્જુન અલગોતર, ધૈર્ય ઝરીવાલા, સદ્દામ હુસૈન, બ્રીજેશ ઉર્ફ બિટ્ટુ મહેતા અને મુકેશ બાંભાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ હથિયારો લેવા માટે આરોપીઓએ બોગસ હથિયાર લાઈસન્સ બનાવ્યા, અન્યના નામના હથિયાર લાઈસન્સમાં ચેડાં કર્યા અને જૂના હથિયાર લાઈસન્સના રેકર્ડની વિગતોમાં ફેરફાર કરવા જેવી વિવિધ મોડસ ઓપરેન્ડી અપનાવી મુખ્ય સૂત્રધાર લોકોને બોગસ ગન લાઈસન્સ તૈયાર કરી આપતો હતો. ગુજરાત એટીએસએ અગાઉ આ રેકેટમાં 23 આરોપીઓની ધરપકડ કરી હતી. બીજા 17 આરોપીઓ પકડાયા જેમાં ગત તા.8મીએ સૌકતઅલી છોટુખાન સૈયદ તેમજ ગત તા.11મીએ ગોપાલ હિરાભાઈ જોગરાણા, વરંજાગ હનુભાઈ મિર, દિગેશ કરનશ સભાડ, હરી રણુ જોગરાણા, રમેશ કુંવરા વરૂ, મયુર લક્ષ્મણ સોંડલા, અશોક રમેશ કલોત્રા, ભરત રમેશ અલગોતર, નથુ કાળા બાંભા, ઉમેશ ઉર્ફ બાબુ ડાહ્યા આલ, રાહુલ જાગા અલગોતર, રૂપા ખોડા જો ગરાણા, જયેશ ઉર્ફ નાનુ દેવા સરૈયા, કનુ વના ગમારા, પિયુષ ઉર્ફ બલ્લુ હિરા દેસાઈ અને સતીષ મોહન ગમારાનો સમાવેશ થાય છે.

4 પાસેથી હથિયાર જપ્ત કર્યા, અન્ય 12ના હથિયાર SOG સુરેન્દ્રનગરમાં જમા

એટીએસએ સૌકતઅલી સિવાય ઝડપેલા 16 આરોપીમાંથી જયેશ ઉર્ફ નાનુ, કનુ ગમારા, પિયુષ ઉર્ફ બલ્લુ અને સતીષ ગમારા પાસેથી 4 રિવોલ્વર-141 રાઉન્ડ અને બાર બોરની ચાર ગન-170 રાઉન્ડ મળી કુલ 8 હથિયાર અને 311 રાઉન્ડસ જપ્ત કર્યા હતા. આ સીવાયના અન્ય બાર આરોપી પાસેથી પકડાયેલા હથિયારો સુરેન્દ્રનગર એસઓજીમાં જમા હોવાનું જાણવા મળ્યું છે.

SOGએ કુલ 29 હથિયાર, 935 રાઉન્ડસ જપ્ત કર્યા

ગુજરાત એટીએસ દ્વારા પકડવામાં આવેલા 40 આરોપીઓ પાસેથી 29 હથિયારો જપ્ત કર્યા જમાં રિવોલ્વર, પિસ્ટલ અને બાર બોર ગનનો સમાવેશ થાય છે. આ હથિયાર રાખનાર આરોપી પાસેથી અત્યાર સુધી જૂદા જૂદા હથિયારના 935 રાઉન્ડસ પણ જપ્ત કરવામાં આવ્યા છે.

સૌકતઅલીની તપાસમાં મણિપુર-નાગાલેન્ડના સરકારી અધિકારીઓની મિલીભગત ખુલવાની શક્યતા

શૌકતઅલી આણી મંડળી મણિપુર-નાગાલેન્ડમાંથી અન્ય રાજ્યના ઓરોપીઓને ગન લાઈસન્સ અપાવવા માટે ફેક ડોક્યુમેન્ટ બનાવી જુના અને અન્યના નામના લાઈસન્સમાં ચેંડા કરતી હતી. આ પ્રકારના બોગસ ડોક્યુમેન્ટ અને ચેડાં કરેલા લાઈસન્સ પર ગન લાઈસન્સ ઈસ્યુ કરતા આ બંને રાજ્યના પોલીસ અધિકારી અને કર્મચારીઓની મિલીભગત મામલે એટીએસ તપાસ કરી રહી છે. સૌકતની પૂછપરછમાં આ અધિકારીઓની ભૂમિકા બહાર આવે તેવી શક્યતાવ્યક્ત કરાઈ છે.


  • Follow us on: