અમદાવાદમાં ખાનગી પ્રકાશનના પુસ્તકો લઈ 3 શાળાઓને DEOઓએ નોટિસ ફટકારી છે, ખાનગી પ્રકાશનના પુસ્તકો વાપરવા મુદ્દે માંગ્યો ખુલાસો જેમાં 2 સ્કૂલોને DEOએ નોટિસ આપી ખુલાસો માંગ્યો છે અને બે દિવસમાં જવાબ આપવા 3 સ્કૂલોને DEOઓએ નોટિસ આપી છે,વસ્ત્રાલની યુનાઈટેડ પબ્લિક સ્કૂલને DEOને નોટિસ, મણિનગરની નેલ્સન અને વેલી ઇન્ટરનેશનલ સ્કૂલને નોટિસ આપી છે, સરકારનો ઠરાવ છતાં સ્કૂલોએ મનમાની કરતા નોટિસ આપી છે જેને લઈ ખાનગી પ્રકાશનના પુસ્તકો અંગે NSUIએ કરી હતી ફરિયાદ.


[[$googlead]]

સ્કૂલો વાલીઓ પાસેથી વધુ પૈસા પડાવવા માટે ખાનગી પુસ્તકોનો ઉપયોગ અભ્યાસમાં કરતી હોય છે

રાજયની સ્કૂલોમાં નિયત કરેલા પુસ્તકો દ્વારા જ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાનો હોય છે. પરંતુ કેટલીક ખાનગી સ્કૂલો વાલીઓ પાસેથી વધુ પૈસા પડાવવા માટે ખાનગી પુસ્તકોનો ઉપયોગ અભ્યાસમાં કરતી હોય છે. જેમાં ઘણી સ્કૂલો તો કેમ્પસમાં જ ઉંચા ભાવે ખાનગી પ્રકાશનોનું વેચાણ કરી વિદ્યાર્થીઓને ખરીદવા માટે ફરજ પાડવામાં આવતી હોય છે. જેના પગલે આવી સ્કૂલો સામે હવે કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

[[$alsoread]]

જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા બે સ્કૂલોને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો

અમદાવાદ શહેરમાં આ રીતે ખાનગી પ્રકાશનોનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું જણાતા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા બે સ્કૂલોને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા મણિનગરની નેલ્સન અને વસ્ત્રાલની યુનાઈટેડ વેલી સ્કૂલને નોટિસ ફટકારી અને બંને સ્કૂલોને બે દિવસમાં ખુલાસો કરવા માટે જણાવાયું છે. મણિનગરની નેલ્સન સ્કૂલને અગાઉ પણ ખાનગી પ્રકાશનના પુસ્તકોના મુદ્દે રૂ. ૧૦ હજારનો દંડ કરાયો હોવા છતાં ફરી ખાનગી પ્રકાશનનો ઉપયોગ કરવામાં આવતું હોવાનું જણાતા નોટિસ અપાઈ છે.


  • Follow us on: