દાણીલીમડાના કોમલ પાર્ક પાસે 15 મીટર પહોળાઈના ટીપી રોડ પર આવતાં 11,500 ચો.ફૂટનું દબાણ હટાવવામાં આવ્યા છે.
જેમાં બે કોમર્શિયલ અને 20 રહેણાક પ્રકારના બાંધકામ એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ આપીને પૂરતા પોલીસ બંદોબસ્ત રાખીને તોડી પાડવામાં આવ્યા છે. જેના સાથે જ ટીપી રોડ પર 300 મીટર લંબાઈનો રોડ ખુલ્લો કરાયો છે.
જાહેરમાર્ગ અને તેના આસપાસમાં નડતર રૂપ બાંધકામને હટાવવા માટેની કામગીરી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઝડપથી હાથ ધરવામાં આવી છે. જેમાં દાણીલીમડામાં કોમલ પાર્ક, પ્રકાશ વિદ્યાલયની પાસેના રોડ પરથી કોમર્શિયલ અને રહેણાંક મકાન દૂર કર્યા હતા. અને નડતરરૂપ 2 કાચા શેડ, 6 લારી અને 76 પરચુરણ માલસામાનના દબાણો દૂર કરાયા છે. તેમજ ગેરકાયદેસર રીતે 10 વાહનોને લોક મારીને રૂ.8500 વસૂલ કરાયો છે.