શહેરમાં પોલીસ કમિશનર દ્વારા પોલીસ સ્ટેશન કે કચેરીઓમાં હેલમેટ વગર પોલીસકર્મીઓને પ્રવેશ ન આપીને કાર્યવાહી કરવા પરિપત્ર બહાર પાડયો હતો.


તેને લઇને ટ્રાફ્કિ પોલીસ દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે હેલમેટ વગર આવતા પોલીસ કર્મચારીઓ તથા સિવિલિયન સ્ટાફ્ સામે દંડાત્મક કાર્યવાહી કરવા બે દિવસની ડ્રાઇવનું આયોજન કર્યુંર્ હતું, જેમાં બે દિવસમાં કચેરી ખાતે હેલમેટ વગર આવેલા 249 પોલીસ કર્મીઓને રોકી દંડ રૂપી ઈ-મેમો જનરેટ કર્યા હતા. સાથે જ હવે પછી હેલમેટ પહેર્યા વગર પોલીસ કમિશનર કચેરીમાં પ્રવેશ નહીં મળે તેવી જાણ પણ કરવામાં આવી હતી.

શહેર પોલીસ કમિશનરે હેલ્મેટ ન પહેરાનર પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ તથા સિવિલીયન સ્ટાફને કમિશનર કચેરીમાં પ્રવેશ કરવા દેવામાં નહીં આવે તથા તેમની સામે કાર્યવાહી કરવાનો પરિપત્ર બહાર પાડયો હતો. જેના પગલે એલ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે બે દિવસની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું હતું. ટ્રાફ્કિ પોલીસના 25 જવાનો દ્વારા કમિશનર કચેરીના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પાસે તપાસ કરી હતી. જેમાં બે દિવસમાં કુલ 249 કર્મચારીઓ ટુવ્હિલર પર હેલ્મેટ પહેર્યા વગર કમિશનર કચેરી આવ્યા હોવાથી આ તમામને ઈ મેમો જનરેટ કરી દંડની કાર્યવાહી કરી હતી. આ સાથે જ તમામ લોકોને ફરજિયાત હેલમેટ પહેરવાની જાણ પણ કરવામાં આવી હતી. જેમાં શુક્રવારે પોલીસે હેલમેટ વગરના 115 કેસ જ્યારે શનિવારે 134 કેસ કર્યા હતા.


  • Follow us on: