શહેરના વિવિધ વિસ્તારોમાં એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ખાડિયામાં લાંબા સમયથી ગેરકાયદેસર બાંધકામ અંગેના વિવાદ સામે આવી રહ્યા છે.


આ વચ્ચે દાંડીગરની પોળમાં કુત્બી મોહલ્લામાં લાંબા સમયથી ગેરકાયદેસર રહેણાંક બાંધકામ ઉભુ કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રાઉન્ડ ફ્લોરથી સેકન્ડ ફ્લોર સુધીનું 3230 ચો.ફૂટનું બાંધકામ ઉભું કરી દેવામાં આવ્યું હતું. આ માટે મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા 28 ફેબ્રુ. તથા 21 માર્ચના રોજ સીલ મારીને નોટિસ ફટકારવામાં આવી હતી. જેને હટાવવામાં ન આવતાં આખરે 2 એપ્રિલના રોજ દબાણ ખાતાની ટીમે કાલુપુર પોલીસની ટીમને સાથે રાખીને કામગીરી હાથે ધરી હતી. જેમાં ગેરકાયદેસર બાંધકામનો ભાગ તોડી પાડવામાં આવ્યો છે.

આ ઉપરાંત દબાણ વિભાગ દ્વારા ભદ્ર પરિસર, ત્રણ દરવાજા, સરદાર બ્રિજ નજીક, કાલુપુર ફ્રૂટ માર્કેટ, ઘી કાંટા રોડ સહિતાના વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ પર દબાણ ઉભા કરતાં એકમોને હટાવવામાં આવ્યા છે. જેમાં કુલ 65 જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો છે. જેના સાથે જ રોડ પરથી નડતર રૂપ વાહનોને દૂર કરીને ટ્રાફિકનું અડચણ દૂર કરવામાં આવ્યું છે.


  • Follow us on: