નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશન (NCTE) દ્વારા બીએડ, પીટીસી સહિતની ટિચિંગ એજ્યુકેશન સંસ્થાઓ માટે ગત ફેબ્રુઆરીમાં નવા રેગ્યુલેશન-2025નો ડ્રાફ્ટ જાહેર કર્યો હતો. પબ્લિક ડોમિનમાં મૂકેલા ડ્રાફ્ટ સામે દેશભરમાંથી અંદાજે 6,800થી વધુ સૂચનો કાઉન્સિલને મળ્યા હતા.
તજજ્ઞો દ્વારા સૂચનોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. એ પછી ગત 19મી માર્ચનો રોજ મળેલી ગવર્નિંગ બોડીની કમિટીએ 15 સૂચનોને ફાઇનલ રેગ્યુલેશનમાં સમાવવાનો નિર્ણય કર્યો હતો. જોકે આગામી મે મહિના સુધીમાં ફાઇનલ ગેજેટેડ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. એનસીટીની ગવર્નિંગ બોડીની મિટિંગમાં ટિચિંગ કોર્સિસ માટે નવા રેગ્યુલેશને લીલીઝંડી મળ્યા બાદ ફેબ્રુઆરી-2025માં ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો હતો. ડ્રાફ્ટ રેગ્યુલેશન પર NCTEને દેશભરમાંથી 6,800 જેટલા સૂચનો મળ્યા હતા. આ તમામ સૂચનોનો અભ્યાસ કર્યાં બાદ કમિટી દ્વારા 99 પ્રકારમાં સૂચનોનું વિભાજન કરવામાં આવ્યું હતું. જેમાંથી કુલ 15 સૂચનોને ફાઇનલ રેગ્યુલેશનમાં સમાવવાનો 15 સભ્યની કમિટી દ્વારા ગત 19 માર્ચની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. NCTEના ચેરમેનના જણાવ્યા મુજબ, ગવર્નિંગ બોડીની મંજૂરી મળ્યા બાદ આ નિયમો કેન્દ્રીય શિક્ષણ વિભાગ પાસે મોકલવામાં આવ્યાં છે. નવા રેગ્યુલેશનમાં ટીચિંગ કોર્સમાં કરેલ મોટા ફેરફારનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. જે સૂચનો મળ્યા હતા એમાં કેટલીક વધારાની અનિવાર્ય શરતોને સામેલ કરવાની વાત હતી. બીજી તરફ હાલમાં નવા રેગ્યુલેશનને લઈ દેશના વિવિધ ઝોનમાં કેન્કલેવનું આયોજન કરાયું છે. ગૂજરાત વિદ્યાપીઠમાં 27 અને 28મી માર્ચના રોજ ઉત્તર ઝોનનો કોન્કલેવ યોજાયો હતો. હજુ બે ઝોનમાં કોન્કલેવનું આયોજન થશે. એ દરમિયાન બીજી તરફ સરકાર દ્વારા ફાઈનલ ગેજેટેડ નોટિફિકેશન અંદાજે મે મહિનામાં જાહેર કરશે એવું NCTEના ચેરમેન દ્વારા જણાવાયું હતું.










