- કાલુપુર રેલવે સ્ટેશનથી દસ માસની બાળકીના અપહરણનો ભેદ ઉકેલાયો
- મુખ્ય આરોપીનું બંને પત્ની ગર્ભધારણ કરી શકતી ન હોવાથી બાળકીને લઈ ગયા
- આરોપી પૂનમ સાથે બાળકીને માયા હોવાથી તે તેની સાથે રહેતી હતી
કાલુપુર મેટ્રો સ્ટેશન પાસે કુલીઓની મસ્જીદ પાસેથી પાંચ દિવસ અગાઉ થયેલા દસ માસની બાળકીના અપહરણનો ભેદ ઉકેલી શહેરકોટડા પોલીસે બે મહિલા સહિત ચાર આરોપીને શહેરકોટડા પોલીસે ઝડપી લીધા છે. પોલીસ તપાસમાં મુખ્ય આરોપીને બબ્બે પત્ની હોવા છતાં પિતા બનવાનું સુખ પ્રાપ્ત થયું ન હતું.
જેને લઈ કાલુપુરમાં ફુટપાથ પર રહેતાં દંપતિની દસ માસની બાળકી પર વ્હાલ આવતા આરોપીએ બે પત્ની અને સાગરિત સાથે મળીને અપહરણ કર્યુ હતુ. કાલુપુર મેટ્રો સ્ટેશન પાસે દસ માસની બાળકીનું ગત તા.30મી જૂનના રાત્રે નવ થી 1લી જુલાઈના પરોઢે 1.30 વાગ્યાના સમય દરમિયાન ચાર વ્યક્તિએ અપહરણ કર્યાની ફરિયાદના પગલે શહેરકોટડા પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરી મહિલા આરોપીઓની ઓળખ કરી તેઓનો મોબાઈલ નંબર મેળવ્યો હતો. બીજી તરફ આરપીએફના જવાનની માહિતીના આધારે આરોપી રાજસ્થાનની બાળકીને લઈને કાશીગુડા લાલગઢ એક્સપ્રેસ ટ્રેનમાં બેઠા હોવાની વિગત મળી હતી. જેને લઈને શહેરકોટડા પોલીસે જયપુર પહોંચીને રેલ્વે સ્ટેશન આસપાસ તપાસ કરી આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં બાળકીનું અપહરણ કરનાર પૂનમ શંકરભાઈ સોલંકી (ઉં,25), રાહુલ રામસ્વરૂપ માલી, રૂબીના અર્જુન ઉર્ફ બાપડી પઠાણ અને કવિતા રાહુલ માલી ઝડપાઈ ગયા હતા. શહેરકોટડા પીઆઈ એમ.ડી.ચંદ્રવાડીયાએ જણાવ્યું હતું કે,










