કારંજમાં શાહઆલમ દરગાહ ટ્રસ્ટમાં મદદનીશ વહીવટદારને શખ્સે વોટ્સએપ કોલ કરીને તમે દરગાહમાં જે પ્રવૃતિઓ કરો છો તે બંધ કરી દેજો નહિ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ પણ શખ્સ અવારનવાર ફોન કરી અને વોઇસ ક્લિપો મોકલીને હેરાન કરતો હતો. જેથી કંટાળીને વહીવટદારે શખ્સ સામે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
કારંજમાં રહેતા ફરૂકભાઇ કંસારા લોખંડના ફર્નિચરનો ધંધો કરે છે અને શાહઆલમ દરગાહ ટ્રસ્ટમાં મદદનીશ વહીવટદાર તરીકે કામ કરે છે. ગત 11 એપ્રિલે તેઓ ઘરે હતા ત્યારે અબ્દુલરફીકે વોટ્સએપ કોલ કરીને કહ્યુ કે તમે દરગાહમાં જે પ્રવૃતિઓ કરો છો તે બંધ કરી દેજો નહિ તો જાનથી મારી નાખીશ અને દરગાહમાં દેખાશો તો હાથપગ તોડી નાખી કહીને બિભત્સ ગાળો બોલીને ધમકી આપી હતી. બાદમાં સતત ફોન કરતો હતો. જેથી ફરૂકભાઇએ ન ઉપાડતા વોઇસ ક્લિપો મોકલતો હતો. જેથી ફરૂકભાઇએ નંબર બ્લોક કર્યો હતો. જે બાદ શખ્સે સાદો ફોન કરીને હેરાન કરતો હતો. જેથી કંટાળીને ફરૂકભાઇએ અબ્દુલરફીક સામે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.










