શહેરના પૂર્વ વિસ્તારમાં વિવિધ સ્થાનો પર ટીબીના કેસનું પ્રમાણ સતત વધારો જોવા મળી રહ્યો છે. જેને જોતાં તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ વચ્ચે નરોડા વિશ્વ આરોગ્ય દિવસે દર્દીઓના ઝડપથી નિદાન માટે ટુનાટ મશીન મુકવામાં આવ્યું છે. જેના દ્વારા દર્દીઓનું સ્ક્રીનિંગ ઝડપથી થઈ શકશે અને તેમના ટેસ્ટની વિગતો પણ ચોકસાઈ પૂર્વક ખરાઈ કરી શકાશે.
7 એપ્રિલના વિશ્વ આરોગ્ય દિવસના નિમિત્તે નરોડા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પર ક્ષય રોગના શંકાસ્પદ દર્દીઓની સચોટ તપાસ ઝડપથી કરી શકાય તે માટે મ્યુનિ. કોર્પોરશનના હેલ્થ વિભાગ દ્વારા રૂ.8.96 લાખના ખર્ચે ટુનાટ મશીન મુકાવામાં આવ્યું છે. આ દ્વારા ટીબીના નિદાનની સાથે દર્દીઓનો સાદો ટીબી છે કે હઠીલો ટીબી તેની પણ સમયસર વિગતો જાણી શકાશે. આ સાથે જ દર્દીઓના નિદાનની પ્રક્રિયા પણ ઝડપથી કરી શકાશે.