• સોફ્ટવેરમાં ચેડાં કરીને જુદી-જુદી બ્રાન્ચના રિચાર્જના રૂપિયા ઘરભેગા કર્યા,

  • કંપનીના હિસાબના ઓડિટમાં સમગ્ર ભાંડો ફૂટયો હતો
  • એકાઉન્ટન્ટે તેની પત્નીના ખાતામાં ખોટી રીતે રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધાનું ખૂલ્યું

શાહિબાગમાં આવેલ શ્રીનાથ કાર્ગો પ્રા.લી. કંપનીના દેશભરના જુદા જુદા પાંચ સેન્ટરોના એજન્ટોએ એક બીજાની મદદગારીથી કંપનીના સોફ્ટવેરમાં ચેડા કરીને ચાર્જ કરવાના રૂપિયા 1.16 કરોડ જમા નહી કરાવી ઘરભેગા કરી દીધા હતા.

કંપનીનું ઓડિટ કર્યુ ત્યારે સમગ્ર ભાંડો ફૂટયો હતો. આ અંગે કંપનીના માલિકે પાંચ લોકો સામે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. ભાવેશભાઇ કાબરા શ્રીનાથ કાર્ગો પ્રાઈવેટ લીમીટેડ નામની કંપની ધરાવે છે. કંપનીની અન્ય રાજયોમાં પણ ઓફીસો આવેલી છે અને 100 થી વધુ કર્મચારીઓ કંપનીમાં કામ કરે છે. તેમણે 2023 મા કંપનીના હિસાબોનું ઓડીટ કરાવ્યું ત્યારે કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ચેતન મોડાસીયા અને તેની પત્નીના ખાતામાં ખોટી રીતે રૂપિયા ટ્રાન્સફર કરાવી દીધાનું ખૂલ્યું હતુ. બાદમાં તમામ હીસાબના ઓડીટ કરાવતાં કંપનીના જુદા જુદા સોફ્ટવેર રીચાર્જ માટે કંપની દ્વારા જે રકમ ચુકવાતી હતી. તેના બદલે ઓછી રકમનું રીચાર્જ કરાવાતુ હતું. તપાસના અંતે ચેતને મુંબઇની બે બ્રાન્ચના અને રાજસ્થાનની બે બ્રાન્ચના કુલ ચાર એજન્ટો સાથે મળીને સોફ્ટવેરમાં ચેડા કરીને રૂપિયા બારોબાર ઘરભેગા કર્યા હોવાનું ખૂલ્યું હતું. જે બાદ વધુ તપાસ કરતા મુંબઇ -ભીવંડી ખાતેની બ્રાન્ચના એજન્ટ હેમતસિંહ રાવ, રાજસ્થાન જોધપુર બ્રાંચના એજન્ટ ધવલ રોપીયા, તથા ઉદેપુરના જીતેન્દ્ર રાવની અને એક અશોકકુમાર રાવની મદદગારીથી ગેરકાયદેસર રીતે રૂપિયા 1.16 કરોડ રૂપિયાના ગોટાળા કર્યા હોવાનું સામે આવ્યું હતું.


  • Follow us on: