ઓઢવમાં નિદ્રાધીન ત્રણ વ્યક્તિ પર એસિડ એટેક કરવાની ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને પુછપરછ હાથ ધરતા ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.


આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે મૃતક અને તેની સાથે રહેતા લોકો પૈકી એક વ્યક્તિને નજીકની સોસાયટીમાં આવેલી એક મહિલા સાથે સબંધ હતો. અવારનવાર યુવક તે મહિલાને મળવા જતો હતો. જેથી આરોપીએ યુવકને આવું નહી કરવા માટે ઠપકો આપ્યો હતો. આ જ બાબતોને લઇને યુવક અને આરોપી વચ્ચે બોલાચાલી બાદ સામાન્ય તકરાર પણ થઇ હતી. જેને લઈને આરોપીએ તેની પાડોશમાં રહેતા અને ઓરડીમાં સુતા ત્રણ વ્યક્તિઓ પર એસિડ પ્રવાહી છાંટતા એકનુ મોત નીપજ્યું હતુ. જયારે અન્ય બે ને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

ઓઢવમાં રહેતા શ્રવણદાન ગઢવીનો કૌટુંબિક ભત્રીજો શતિદાન ગઢવી દુકાનમાં કામ શીખવા માટે આવ્યો હતો. ગત 27 ફ્રેબ્રુઆરીએ રાતે કાકા ભત્રીજા અને અન્ય એક સબંધી ઘરમાં સૂતા હતા. ત્યારે મધરાતે અચાનક શ્રાવણદાન પર જવલનશીલ પ્રવાહી પડતા ચીસો પાડવા લાગ્યો હતો. ભત્રીજો શતિદાન અને અન્ય સબંધી જાગી ગયા હતા. શ્રવણદાને રૂમમાંથી બહાર નીકળીને જોતા બાજુના રૂમમાં રહેતો ચંદુ સિહોરા ભાગતો જોવા મળ્યો હતો. ત્યારબાદ મકાન માલિકને જગાડીને ઈજાગ્રસ્ત શ્રવણ દાન ગઢવી અને શતિદાન ગઢવીને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા. જયાં શ્રવણદાનને વધુ સારવાર માટે રાજસ્થાન લઈ જતા રસ્તામાં મોત થયુ હતુ. ઓઢવ પોલીસે ચંદુ સિહોરા સામે ગુનો દાખલ કર્યા બાદ ધરપકડ કરી હતી.


  • Follow us on: