અમદાવાદમાં મંગળવારે મોડી રાત્રે કાર ચાલકે એક યુવકનો જીવ લીધો હતો. ચાલકે ફુલ સ્પીડમાં કાર હંકારી એક વ્યકિતને અડફેટે લીધો હતો અને તેનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માત સર્જી ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં બે દિવસ બાદ કારનો માલિક સમર્થ અગ્રવાલ પોલીસ સામે અચાનક હાજર થયો હતો અને પોલીસે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતમાં આર્યન નામના યુવકનું મોત થયું હતું.


[[$googlead]]

પોલીસે આરોપીનો આલ્કોહોલ ટેસ્ટ પણ કરાવ્યો

પોલીસના જણાવ્યા પ્રમાણે અમદાવાદના નારણપુરમાં મંગળવારે મોડી રાત્રે અમિકુંજ ચાર રસ્તા પાસે અકસ્માત થયો હતો. જેમાં અકસ્માત સર્જનાર ક્રેટા ગાડીના ચાલક સમર્થ અગ્રવાલની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે પાકા પુરવાના આધારે તેની ધરપકડ કરી હોવાનું જણાવ્યું છે. પોલીસે કહ્યું હતું કે, આ ઘટનાની તપાસમાં ઘણા સીસીટીવી ચકાસ્યા હતાં. અકસ્માત વખતે ગાડી સમર્થ ચલાવે છે કે કેમ તેના પુરાવા મેળવ્યા હતાં. ગાડીની સ્પીડ કેટલી હતી તે અંગે એફએસએલની મદદ લેવામાં આવશે. પોલીસે આરોપીનો આલ્કોહોલ ટેસ્ટ પણ કરાવ્યો હતો.

[[$alsoread]]

પાડોશીની દીકરીને લઈને બહાર જતો હતો

પોલીસના જણાવ્યા પ્રમાણે સમર્થ પાડોશીની દીકરીને લઈને બહાર જતો હતો. પોલીસને વીડિયો ફૂટેજમાં સમર્થ ગાડી ચલાવતા દેખાયો હતો. અકસ્માત નજરે જોનારે પણ ગાડી સમર્થ ચલાવતો હોવાનું કહ્યું હતું. પોલીસને સોસાયટીના કેમેરા અને સ્નેપના ફોટોમાં સમર્થ ગાડી ચલાવતો હોવાનું જણાયું હતું. હવે તપાસના રિપોર્ટને આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે. અકસ્માત બાદ સમર્થ તરત પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. ટેકનિકલ ખામી અંગે આરટીઓને પણ રિપોર્ટ કરાયો છે.પોલીસે કહ્યું હતું કે, સમર્થ ગાડી ચલાવતો હતો તે સાબિત કરવામાં સમય ગયો છે.


  • Follow us on: