અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ચંડોળાના સરોજ નગરમાં ક્રાઇમ બ્રાન્ચે ફૂટ પેટ્રોલિંગ કર્યું છે. પોલીસની એક ટીમે મકાનો ખાલી કરાવ્યાં છે. અમદાવાદનો ચંડોળા તળાવ મીની બાંગ્લાદેશ વિસ્તાર તરીકે ઓળખાય છે. પોલીસની હાજરીમાં ગેરકાયદે બાંધકામો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.


[[$googlead]]

લોકો સાથે ઘર્ષણ ના થાય તેનું પણ ધ્યાન રાખવા નિર્દેશ

પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઈ છે. 60થી વધુ જેસીબી સાથે કાર્યવાહી હાથ ધરાઈ છે. શહેરમાંથી 100થી વધુ બાંગ્લાદેશી ઝડપાયા હતાં. બે હજારથી વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં જોડાયા છે. ગઈકાલે ગેરકાયદે વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતાં. હવે દબાણો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.કામગીરી વખતે તકેદારી રાખવાની સૂચના અપાઈ છે. લોકો સાથે ઘર્ષણ ના થાય તેનું પણ ધ્યાન રાખવા નિર્દેશ કરાયો છે.

[[$alsoread]]

કામગીરીનું રેકોર્ડિંગ કરવાની પણ સૂચના અપાઈ

તંત્ર દ્વારા દબાણો તોડવાની કામગીરીનું રેકોર્ડિંગ કરવાની પણ સૂચના અપાઈ છે. ડ્રોન કેમેરાથી સમગ્ર વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 10 જેટલા ડ્રોન કેમેરાથી સમગ્ર કામગીરી પર વોચ રાખવામાં આવી છે. જેસીપી ક્રાઈમની અધ્યક્ષતામાં પોલીસની 50 ટીમો તૈયાર કરવામાં આવી છે. આ ટીમો અલગ અલગ વિસ્તારમાં જઈને કામગીરી કરશે. ચંડોળામાં દબાણની કામગીરી બે દિવસ સુધી ચાલશે.


  • Follow us on: