- ફિલ્મ સ્ટાર વરુણ ધવન, કરિશ્મા કપૂર, કરીના કપૂર એરપોર્ટ પહોંચ્યા
- રોહિત ધવન અને સંદીપ રેડી વાંગા પણ એરપોર્ટ પહોંચ્યા
- ફિલ્મ કલાકાર એરપોર્ટથી હોટેલ અને ગિફ્ટ સીટી રવાના થયા
ફિલ્મ ફેર એવોર્ડ આ વખતે પહેલીવાર ગુજરાતના ગાંધીનગરમાં યોજાયો છે. 69મા ફિલ્મ ફેર એવોર્ડને લઈને ફિલ્મ સ્ટાર હવે અમદાવાદ પહોંચ્યા છે. આ અતિથિઓના સ્વાગતની પણ એરપોર્ટ પર ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. એટલું જ નહીં તેઓ તમામ ચાર્ટડ પ્લેનથી આવવાના છે અને તેને માટે પહેલાથી ખાસ બુકિંગ કરી દેવામાં આવ્યું છે. આ સમયે એરપોર્ટ પર સેલેબ્સની હાજરીને લઈને પણ ખાસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. તો જાણો શું છે અમદાવાદ એરપોર્ટ પરની વ્યવસ્થા.

અતિથિઓ માટે ચાર્ટડ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી
ફિલ્મ ફેર એવોર્ડના અતિથિઓ માટે ખાસ કરીને ચાર્ટડ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે. અભિનેતા, અભિનેત્રી સહિતના અતિથિઓનું સ્વાગત કરાશે તથા ગુજરાતની ઝાંખીઓથી એરપોર્ટ પર સ્વાગત કરાશે. આ સાથે જ અન્ય યાત્રીઓની મુસાફરીને કોઈ તકલીફ ન પડે તે માટે અન્ય ફ્લાઇટની વ્યવસ્થા ખોરવાય નહીં તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સિલિબ્રિટી માટે વિશેષ પાયલોટિંગની વિશેષ વ્યવસ્થા કરાઇ છે. ઉલ્લેખનીય છે કે પહેલીવાર ગુજરાતમાં થઈ રહેલા ફિલ્મફેર એવોર્ડ 2024ને લઈ અમદાવાદ એરપોર્ટ પર તૈયારી થઇ ગઇ છે. આ સમયે અમદાવાદ એરપોર્ટ વિશેષ ચાર્ટડ પ્લેનથી ધમધમતુ રહેશે. તથા 2 દિવસ માટે ચાર્ટડ પ્લેનના એડવાન્સ બુકીંગ થયા છે.

આ સ્ટાર્સ આવશે અમદાવાદ એરપોર્ટ પર
ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે ફિલ્મફેર એવોર્ડનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં વિવિધ ફિલ્મી સિતારાઓ એવોર્ડમાં હાજરી આપશે. તેમાં ડેવિડ ધવન, વરુણ ધવન, મનીષ પોલ, ઇશા ગુપ્તા, રાજકુમાર રાવ, કબીર, નરગીસ ફકરી, સોનલ ચૌહાણ, અનુમલિક, આનંદ એલ રાય, રમેશ તૌરાની, હર્ષવર્ધન કુલકર્ણી, ધર્મેશ દર્શન, સંજીદા શેખ, એલનાજ સોહાઈલ હાજરી આપશે. તેમજ ઉર્વશી રૌતેલા, નીતિન શર્મા, સ્વનંદ કિરકીરે, કરિશ્મા કપૂર, સૈફઅલી, સંદીપ રેડી વાંગા, પીવી સિંધુ અને શિખર ધવન પણ આવી રહ્યાં છે. હાલમાં મળી રહેલી માહિતિ અનુસાર વરુણ ધવન, કરિશ્મા કપૂર, કરીના કપૂર, રોહિત, ધવન અને સંદીપ વાંગા પણ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે.









