• SVPIAને ગ્રાહકોને ઉત્કૃષ્ટ અનુભવ પ્રદાન કરવા બદલ પ્રતિષ્ઠિત સન્માન
  • ACI દ્વારા એરપોર્ટ લેવલ 2થી લેવલ 3માં અપગ્રેડ
  • એરપોર્ટને અનેકવિધ ASQ એવોર્ડ એનાયત

અમદાવાદીઓને ગર્વ થાય તેવા સમાચાર સામે આવ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ હવે ACIમાં લેવલ 3 માન્યતામાં અપગ્રેડ થયું છે. SVPI એરપોર્ટેને ગ્રાહક સેવામાં શ્રેષ્ઠતા પ્રદાન કરવા બદલ છેલ્લા પાંચ વર્ષમાં અનેકવિધ ASQ એવોર્ડ એનાયત થયા છે. ઓક્ટોબર 2022માં SVPIAને આપવામાં આવેલ લેવલ 2થી લેવલ 3માં અપગ્રેડ કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા બદલ આ સન્માન પ્રાપ્ત થયું છે.

ગ્રાહકોના અનુભવ વિકસાવવા બહુસ્તરીય માન્યતા ધરાવતો કાર્યક્રમ

એરપોર્ટ કસ્ટમર એક્સપિરિયન્સ એક્રેડિટેશને એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (ACI) દ્વારા ગ્રાહકોના અનુભવ વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા વિકસાવવામાં આવેલી બહુસ્તરીય માન્યતા ધરાવતો કાર્યક્રમ છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને લેવલ 3નો દરજ્જો એરપોર્ટ કલ્ચર, ગવર્નન્સ, ઓપરેશનલ ઇમ્પ્રૂવમેન્ટ, મેઝરમેન્ટ, ગ્રાહક વ્યૂહરચના જેવા પરિમાણોના આધારે આપવામાં આવે છે.


રિટેલ અને ફૂડ કાઉન્ટર્સની સંખ્યામાં વધારો

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે મુસાફરોના બહેતર અનુભવ અને મુસાફરીને વધુ સરળ બનાવવા અનેક પહેલો અમલમાં મૂકી છે. જેમાં રિટેલ અને ફૂડ કાઉન્ટર્સની સંખ્યામાં બમણો વધારો, મેડ ઈન ઈન્ડિયા રોબોટનો ઉપયોગ, ડિજી યાત્રા, સેલ્ફ બેગેજ ડ્રોપ, ઓટોમેટિક ક્લિનિંગ સિસ્ટમ અને ઈ-ગેટ્સ જેવી ટેક્નોલોજીનો સમાવેશ થાય છે.


એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરાયા અનેક ફેરફારો

સિટી એરપોર્ટ ટીમ મુસાફરોને વધુને વધુ સારી સેવા પ્રદાન કરવા પ્રયત્નશીલ છે. અવલોકન અને મુસાફરોની જરૂરિયાતોના આધારે ગત વર્ષોમાં એરપોર્ટ ખાતે સંખ્યાબંધ ફેરફારો કરવામાં આવ્યા છે. ફોરકોર્ટમાં મીટ અને ગ્રીટ વિસ્તારમાં મુસાફરોના પ્રતિસાદના આધારે સુવ્યવસ્થિત પરિવહન સેવાઓ સાથે પિકઅપ અને ડ્રોપ લેનનો વિકાસ કરવામાં આવ્યો છે. SVPI એરપોર્ટ સુધારણા, વિકાસ અને વધુ સારા ગ્રાહક અનુભવની યાત્રા યથાવત રાખવા કાર્યરત છે.


  • Follow us on: