શહેરના મધ્ય ઝોનમાં આવેલા જમાલપુર પગથિયા નજીક AMCના પ્લોટમાં સાત માળની ગેરકાયદેસર બિલ્ડીંગ બની ગઈ હોવાનો એલિસબ્રિજના ધારાસભ્યે આક્ષેપ કરીને તે અંગે તપાસ કરીને લેન્ડ ગ્રેબિંગ મુજબ ફરીયાદ નોંધવા માટે AMC ભાજપ નેતાને વિનંતી કરી છે.
રિવરફ્રન્ટ પર આવેલી બાબા લવલીની દરગાહ ખાતે ખુલ્લા પ્લોટમાં પણ ગેરકાયદે દબાણ થયા હોવાનો ઉલ્લેખ કરીને તે બાંધકામ પણ દૂર કરવા અપીલ કરી છે. જમાલપુર-ખાડિયા વિધાનસભા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો અને કેટલાંક અસામાજિક તત્વો દ્વારા AMCના પ્લોટ પર કબજો જમાવ્યો હોવાના આક્ષેપો સાથે એલિસબ્રિજના ધારાસભ્યે કરેલી લેખિત રજુઆતો પછી ધમકી મળતાં શહેર BJP પ્રમુખ અમિત શાહ અને પૂર્વ MLA ભૂષણ ભટ્ટને પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે, અમિત શાહ દ્વારા હવે જમાલપુરમાં ગુનેગારો દ્વારા કરાયેલ દબાણો દૂર કરવાની રજૂઆતો કરાઈ છે. પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ જે જમાલપુર ખાડિયા વિધાનસભામાં પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને અમિત શાહના વેવાઈ પણ થાય છે અને તેમણે પણ અગાઉ ગેરકાયદે બાંધકામો અંગે રજુઆતો પગલે તેઓને પણ પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.










