શહેરમાં ચોર સક્રીય થતાં અનેક લોકો ચોરીનો ભોગ બની રહ્યા છે. ચોરોને પણ પોલીસથી કોઈ ડર ન હોય તેવી રીતે ખુલ્લેઆમ ચોરી કરતા હોય છે.


અમેરિકામાં ન્યૂ જર્સીમાં રહેતા 70 વર્ષીય રોહિતભાઇ પટેલ નિવૃત જીવન ગુજારે છે. જેમાં તેઓ એક કે બે વર્ષે તેમના કૌટુંબિક ભાઇ અલ્કેશભાઇના ઘરે આવે છે. જ્યારે હાલમાં તેઓ ભાઇના ઘરે આવ્યા હતા. ગત 22 ફેબ્રુઆરીએ તેઓ સેટેલાઇટથી બીઆરટીએસ બસમાં બેસીને મણિનગરમાં રહેતા સાળા મનુભાઇ પટેલના ઘરે પત્ની સાથે જતા હતા. ત્યારે રામબાગ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે ઉતરીને ખિસ્સામાં જોતા પર્સ ચોરાઇ ગયુ હોવાનું સામે આવ્યુ હતુ. પર્સમાં અલગ-અલગ ડોક્યુમેન્ટ, ક્રેડિટકાર્ડ, 200 ડોલર સહિત કુલરૂ. 25 હજારનો મુદ્દામાલ હતો. જેથી તેમને આસપાસ શોધખોળ કરી પરંતુ મળી આવ્યુ ન હતુ. આ અંગે રોહિતભાઇએ અજાણ્યા ચોર સામે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


  • Follow us on: