નકલી જજ મોરિસ સેમ્યુઅલ સામે વધુ એક ગુનો કારંજ પોલીસ સ્ટેશનમાં નોધવામાં આવ્યો છે. જેમાં શાહવાડીમાં આવેલ સરકારી જમીનમાં ખોટો ગેરકાયદે આર્બિટ્રેશન એવોર્ડ પસાર કરી સરકારી જમીન પચાવી પાડવા અને ખોટા દસ્તાવેજો બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો.


આ અંગે નકલી જજ સામે સિટી સિવિલ કોર્ટના રજિસ્ટ્રાર હાર્દિકભાઇ દેસાઇએ વધુ એક ફરિયાદ નોધાવી છે. તેમજ આરોપી સામે શહેરના જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં સાત જેટલા ગુના નોંધાઈ ચૂકયા છે.શાહવાડીની સરવે નં- 138વાળી જમીનનો ખોટો ગેરકાયદે આર્બિટ્રેશન એવોર્ડ પસાર કરીને મળળિયા થકી રજૂ કર્યો હતો. પોતાને સત્તા ન હોવા છતાંય ખોટો એવોર્ડ પસાર કરીને કરોડોની સરકારી જમીન પચાવી પાડવાનો અને ખોટા દસ્તાવેજો બનાવીને ઠગાઈ કરી હતી


  • Follow us on: