રાજ્યમાં મતદાર યાદીઓની ખાસ સંક્ષિપ્ત સુધારણા જુંબેશની વાર્ષિક કવાયત 29 ઓક્ટોબરથી શરૂ થશે અને 6 જાન્યુઆરી,25ના રોજ નવી મતદાર યાદીઓ પ્રસિદ્ધ થશે. આ ઝુંબેશ ઉપર જિલ્લાવાર દેખરેખ રાખવા માટે 14 આઇએએસ અધિકારીઓને મતદાર યાદી ઓબ્ઝર્વર તરીકે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયા છે.


જેમાં જીઆઇડીસીના એમડી ડૉ.રાહુલ ગુપ્તાને રાજકોટ, જામનગર અને દ્વારકાની જવાબદારી સોંપાઇ છે, એવી જ રીતે ગ્રામવિકાસ સચિવ-કમિશનર મનીષા ચંદ્રાને પાટણ તથા મોરબી,પ્રવાસન સચિવ ડૉ. રાજેન્દર કુમારને મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી, જીએમબીના ઉપાધ્યક્ષ-સીઇઓ રાજકુમાર બેનીવાલને દાહોદ, પંચમહાલ અને મહીસાગર, મહિલા-બાળ વિકાસ સચિવ- કમિશનર રાકેશ શંકરને અમદાવાદ અને સુરેન્દ્રનગર, ટેક્નિક્લ શિક્ષણ કમિશનર બંછા નિધિ પાણીને જૂનાગઢ અને અમરેલી આરોગ્ય કમિશનર-સચિવ હર્ષદ્દકુમાર પટેલને કચ્છ અને હનાસકાંઠા નાણાસચિવ કે.કે નિરાલાને સુરત તથા નવસારી, સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ જેનુ દેવનને પોરબંદર તથા ગીર સોમનાથ, રાહત કમિશનર-સચિવ આલોક પાંડેને ભાવનગર, બોટાદ અને આણંદ ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલેને ભરૂચ તથા નર્મદા રેમ્યા મોહનને વલસાડ, તાપી અને ડાંગ, 'સેંગ' ના ડીજી આર.એસ નિનામાને ગાંધીનગર અને ખેડા તેમજ સ્પીપાના ડેપ્યુટી ડિરેકટર વિજય ખરાડીને વડોદરા તથા છોટા ઉદેપુરમાં મતદાર યાદી ઓબ્ઝર્વર તરીકે મુકાયા છે.


  • Follow us on: