- નવા સત્રના પ્રારંભ સાથે સ્કૂલબેગ, સ્ટેશનરીના ભાવમાં તોતિંગ વધારો
- યુનિફોર્મના રો-મટિરિયલમાં ભાવ વધારો થતાં કિંમતમાં 15થી 20 ટકાનો વધારો
- સ્કુલના નોટબુક અને અન્ય સ્ટેશનરીમાં 8 થી 10 ટકાનો ભાવ વધારો
આગામી દિવસોમાં રાજ્યની શાળાઓમાં નવા શત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. જેના સાથે જ વાલીઓને મોંઘવારીનો માર પડી રહ્યો છે. શાળાએ જતા બાળકોની વિવિધ ચીજ-વસ્તુઓ જેમાં યુનિફોર્મ, સ્કુલ બેગ, સ્ટેશનરી અને પુસ્તકોના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
જેમા મુખ્યત્વે વિવિધ ચીજવસ્તુઓમાં એક વિદ્યાર્થી દીઠ ખર્ચમાં 10 થી 15 ટકાનો ભાવ વધારા હિસાબે વાલીઓને રૂ. 300 થી 500 ભાવ વધારો ભોગવવો પડશે. 13 જૂનથી શાળામાં નવું સત્ર શરૂ થશે અને તે પહેલાં પુસ્તકો, સ્કુલ બેગ, વોટર બેગથી લઈ યુનિફોર્મ-શુઝ, સ્ટેશનરીની વસ્તુઓના ભાવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વધારો જોવા મળ્યો છે. જેના અંગે વેપારીઓએ જણાવ્યું કે, ગત વર્ષ કરતાં આ વર્ષે ભાવમાં વધારો થયો છે. જેમાં વિવિધ વસ્તુઓના ભાવ જોવામાં આવે તો સ્કુલ બેગ અને વોટર બેગની કિંમતમાં 10 થી 15 ટકાનો વધારો થયો છે. જેના કારણે કિંમતમાં રૂ. 30 થી 40 વધી ગયા છે. જ્યારે સ્કુલના નોટબુક અને અન્ય સ્ટેશનરીની વાત કરવામાં આવે તો તેમાં 8 થી 10 ટકાનો ભાવ વધારો થયો છે, જેના કારણે કિંમતમાં રૂ. 45 થી 60 સુધીનો વધારો જોવા મળ્યો છે.










