ગુજરાતના ધોરણ1થી 12ના વિદ્યાર્થીઓનું ઓટોમેટેડ પરમેનેન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી 'APAAR ID જનરેટ કરવા માટે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યનું શિક્ષણ તંત્ર જોતરાયુ છે. 'APAAR IDનો ઉદેશ્ય સારો છે પરંતુ ઉચ્ચ અધિકારીઓની ઉતાવળને લઈ રાજ્યભરમાં બુમરાણ મચવા પામી છે.


કારણ કે, હજારો વિદ્યાર્થીઓની અધારકાર્ડ અને ડાયસની વિગતો એક સરખી ન હોવાથી ID જનરેટ થતુ નથી અને બીજી તરફ ઉચ્ચ અધિકારીઓ સતત દબાણ કરી રહ્યાં છે. આમ વિદ્યાર્થી, શિક્ષક અને વાલીઓમાં બુમરાણ મચતા સમસ્યા જાણી તેનું નિરાકરણ કરવા માટે ખુદ શિક્ષણમંત્રી કુબેર ડિંડોર આજે મંગળવારે ટેકનિકલ ટીમ સાથે અમદાવાદની રાયખડ ખાતે આવેલી ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલમાં દોડી આવ્યાં હતા. જ્યાં અમદાવાદ શહેર અને ગ્રામ્યના DEO, DPEO અને શિક્ષણ સમિતીની ચેરમેન સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બીજી તરફ શિક્ષણ વિભાગ દ્વારા તા.9 અને 10 ડિસેમ્બરના રોજ હવે રાજ્યની સ્કૂલોમાં 'મેગા અપારક્ર દિવસ ઉજવવાની જાહેરાત કરાઈ છે.

નવી શિક્ષણનીતિના ભાગરૂપે એક રાષ્ટ્ર એક વિદ્યાર્થી ID બનાવવાનો નિર્ણય લેવાયો છે. જે અન્વયે 'APAAR IDમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓ જેવીકે પરિણામ, રિપોર્ટ કાર્ડ, લર્નિંગ આઉટકમ ઉપરાંત અન્ય સિદ્ધિઓ જેવી કે, ઓલિમ્પિયાડ, રમતગમ, કોશલ્ય પ્રશિક્ષણને ડિજિટલ સ્ટોર કરવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ 'APAAR IDનો ઉપયોગ ભવિષ્યમાં ઉચ્ચ શિક્ષણ અને રોજગાર હેતુ માટે કરી શકશે. પરંતુ ID જનરેટ કરવામાં વિદ્યાર્થીની યુડાયસમાં નામ, સરનામાની જે વિગતો દર્શાવેલી છે એ અને આધારકાર્ડની વિગતો એક સમાન ન હોવાથી ID બનતુ નથી.


  • Follow us on: