અમદાવાદના બોપલમાં બે દિવસ પહેલા માઈકાના વિધાર્થીની હત્યા કરવામાં આવી હતી અને આ હત્યા સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરીયા દ્રારા કરવામાં આવી છે,અમદાવાદમાં હત્યા કરી આરોપી પંજાબ તરફ ગયો હોવાની વાત સામે આવી છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે.

[[$googlead]]

અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મુદ્દે સ્કેચ જાહેર કરાયો હતો
વાહન કેમ ઝડપી ચલાવે છે તેમ કહીને વિધાર્થીને ટોકયો હતો અને મૃતક અને કાર ચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી તે દરમિયાન કાર ચાલક ઉશ્કેરાઈ ગયો અને વિધાર્થીને માર મારીને તેની હત્યા કરી નાખી હતી,આસપાસ લોકોના ટોળા ઉમટી ગયા અને મૃતકને સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો,પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ કરી હતી અને લોકોના નિવેદન નોંધ્યા હતા,સાથે સાથે કોલેજના સંચાલકોને પણ આ બાબતે જાણ કરી હતી. વિદ્યાર્થીની હત્યા કર્યા બાદ કારચાલક ફરાર થયો હતો. સમગ્ર ઘટનાને પગલે પોલીસે આરોપીની શોધખોળ માટે જાહેર સ્કેચ કર્યો હતો. પોલીસની અલગ અલગ ટીમોએ સમગ્ર મામલે તપાસ હાથધરી હતી.


જાણો શું હતો કેસ
બોપલમાં રવિવારે રાત્રે સામાન્ય બાબતે એક વિદ્યાર્થીને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. માઈકામાં અભ્યાસ કરતા 2 વિદ્યાર્થી બુલેટ લઈને જઈ રહ્યા હતા તે સમયે બાઈક ક્રોસ કરવા જઈ રહ્યા હતા ત્યારે ગાડી નજીક આવી ગઈ હતી અને ત્યારબાદ બંને વચ્ચે તકરાર થઈ હતી. મહત્વનું છે કે, મામલો પતી ગયા છતાં કાર ચાલકે બાઈકનો પીછો કર્યો હતો અને કાર ચાલકે ઝઘડો કરી ચપ્પુ વડે હુમલો કર્યો હતો.

વિદ્યાર્થી મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી
મૂળ ઉત્તર પ્રદેશના મેરઠનો રહેવાસી એવો 23 વર્ષીય પ્રિયાંશું જૈન રાતે બુલેટ પર મિત્ર સાથે જઈ રહ્યો હતો ત્યારે ફાયર સ્ટેશન પાસે કાર ચાલક સાથે બોલાચાલી થઈ હતી. મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. પોલીસ અને મૃતકના મિત્રો પણ સ્થળ પર પહોંચ્યા છે. FSLની ટીમ દ્વારા સ્થળ પરથી સેમ્પલ લેવામાં આવ્યાં હતા.

મિત્રએ નોંધાવી હતી હત્યાની ધરપકડ
અમદાવાદના છેવાડે આવેલા શેલા ગામની અશોકા હોસ્ટેલમાં રહેતા પૃથ્વીરાજ મહાપાત્રાએ બોપલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી હતી. પૃથ્વીરાજ મૂળ ઓડિશાનો રહેવાસી છે અને અમદાવાદની MICAમાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. પૃથ્વીરાજ સાથે તેનો મિત્ર પ્રિયાંશુ જૈન પણ કોલેજમાં અભ્યાસ કરતો હતો. ગઈકાલે સાંજે પૃથ્વીરાજ અને પ્રિયાંશુ બન્ને કોલેજના કેમ્પસમાં કંપનીનો ઇન્ટરવ્યૂ હોવાથી તે તેમના મિત્ર ચૈતન્યનું બુલેટ લઈને બોપલ સરકારી ટ્યૂબવેલ પાસે આવેલા મારુતિ ટેલરમાં સૂટ સીવડાવવા માટે ગયા હતા.
  • Follow us on: