અમદાવાદમાં અવાર-નવાર અસમાજિક તત્વો પોતાનો આતંક ખુલ્લેઆમ બતાવતા જોવા મળે છે. આવા લુખ્ખા અને બેફાન તત્વોને ખાખીનો ડર જ ના હોય એમ જગજાહેર તલવારો અને બંદૂકો લઈને ફરતા જોવા મળે છે. ક્યારેક તો અસમાજિક તત્વો પોતાનો ખોફ નિર્દોષ લોકોને બતાવીને લૂંટે છે. ત્યારે હવે અમદાવાદમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય એવી ઘટના સામે આવી છે.


અમદાવાદમાં લુખ્ખા તત્વો બન્યા બેફામ

અમદાવાદના સિંધુભવન રોડ પર એક વ્યક્તિ તલવાર સાથે નજરે પડ્યો છે. આ વ્યક્તિ બુલેટ સાથે એક હાથમાં તલવાર લઈને ફરતો નજરે પડ્યો હતો. સિંધુભવન પર બુલેટ ચાલકનો તલવાર સાથેનો વીડિયો વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે. અમદાવાદમાં કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા છે. આ વીડિયો ક્યારનો છે તેની પુષ્ટી સંદેશ ન્યૂઝ નથી કરતું.

તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે આ વ્યક્તિ કાયદો વ્યવસ્થાને ભૂલીને લુખ્ખા તત્વોની જેમ બેફામ રીતે તલવાર લઈને ફરી રહ્યો છે. બુલેટ ચાલક તલવાર સાથે નજરે પડતા પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. વાયરલ વીડિયો, બુલેટ અને બાજુની કારના આધારે પોલીસે તપાસ શરૂ કરી હોવાની માહિતી સામે આવી છે.


  • Follow us on: