અમદાવાદમાં ફરી એક વખત કોલ સેન્ટર ઝડપાયું છે. શહેરના ચાંગોદર વિસ્તારમાંથી આ કોલ સેન્ટર ઝડપાયું છે. સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ પાડીને કોલ સેન્ટર ઝડપ્યું છે. ચાંગોદરના મોરૈયાની સ્વપ્નવિલા સોસાયટીમાં ઘરમાં જ કોલ સેન્ટર ધમધમતું હતુ. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે હાલમાં રૂપિયા 31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને 5 આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જણાવી દઈએ કે વડનગર અને ખેરાલુના આરોપીઓ આ કોલ સેન્ટર ચલાવતા હતા.
15 ઓક્ટોબરે કાગડાપીઠમાંથી ઝડપાયું હતું કોલ સેન્ટર













