- શહેરમાં એએમસી ફૂડ ડિપાર્ટમેન્ટે ચેકીંગ હાથ ધર્યુ
- દૂધ, દૂધની બનાવટો અને સ્વિટ સહિત 40 નમૂના લેવાયા
- 40માંથી 9 શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના સર્વેલન્સ નમૂના લેવાયા
અમદાવાદ શહેરમાં એએમસી ફૂડ ડિપાર્ટમેન્ટે ચેકીંગ હાથ ધર્યું છે. જેમાં અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂના લેવાયા છે. તેમાં દૂધ, દૂધની બનાવટો અને સ્વિટ સહિત 40 નમૂના લેવાયા છે. તેમાં 10 ડિસેમ્બરથી 16 ડિસેમ્બર સુધી નમૂના લીધા છે. તેમાથી 40માંથી 9 શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના સર્વેલન્સ નમૂના લેવાયા છે.
છાશવાલાની વિવિધ પ્રોડક્ટ્સના નમૂના ફેલ
ઉલ્લેખનીય છે કે છાશવાલાની વિવિધ પ્રોડક્ટ્સના નમૂના ફેલ થયા છે. તથા તમામ નમૂનાને પબ્લિક હેલ્થ લેબમાં મોકલ્યા છે. તેમાં AMCએ 6 લાખ 41 હજારનો દંડ વસૂલ્યો છે. જેમાં અલગ અલગ એકમો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે. તેમજ છાશવાલાની પ્રોડ્ક્ટ્સ ખાવાલાયક નથી. કારણ કે રાજભોગ મઠો, કાશ્મીરી કેસર પાવર મિલ્કના નમૂના ફેલ થયા છે. તથા છાશવાલાનો મેંગો મઠો પણ હલકી ગુણવત્તાનો છે.
છાશવાલાના મેંગો મઠોમાં મકોડા સહિતની જીવાત નીકળી
ગત મહિને શહેરના શ્યામલ ક્રોસ રોડ પાસે આવેલી છાશવાલા નામની દુકાનમાંથી ખરીદેલા મેંગો મઠોમાં મકોડા સહિતની જીવાત નીકળવા અંગેની ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે દૂધ અને દૂધની બનાવટોના સેમ્પલ લેવાની સાથે સાથે છાશવાલાને નોટિસ ફટકારી અને દસ હજારનો વહીવટી ચાર્જ પણ વસૂલ કર્યો હતો. અઠવાડિયામાં 61 જેટલી વિવિધ દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી ફુડ વિભાગ દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં 61 જેટલી વિવિધ દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી છે. જેમા 40 શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા છે. જેમાં દૂધ, દૂધની બનાવટ, મસાલા, મીઠાઈ, ખાદ્યતેલ વગેરેના નમૂના લેવાય છે. 3 ડિસેમ્બરથી 9 ડિસેમ્બર સુધીમાં શહેરની વિવિધ દુકાનોમાંથી બેસન-ઢોકળાનો લોટના 08, દૂધ - દૂધની બનાવટની 05, મસાલા 08, સ્વીટ 03 અને અન્ય - 14 એમ કુલ 40 જગ્યાએથી નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાને મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.









