- CID ક્રાઇમમાં ઉત્તરાખંડની મહિલા સામે ફરિયાદ
- આંબાવાડીમાં રહેતી 2 યુવતીઓ સાથે 27 લાખની ઠગાઇ
- યુવતીઓને UKના નકલી વિઝા આપી કરી છેતરપિંડી
અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે છેતરપિંડીના ગુનાઓ વધી રહ્યા છે. શહેરના આંબાવાડીમાં રહેતી બે યુવતોએ આ વખતે છેતરપિંડીનો ભોગ બની ગઈ હતી. આ બે યુવતીઓને યુકેના વિઝાના નામે 27 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. જેથી બંને યુવતીએ સીઆઈડી ક્રાઈમમાં ઉત્તરાખંડની મહિલા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે રૂપિયા 27 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.










