• 7 મહિનામાં અકસ્માતથી થતાં મોતનો આંકડો 25 ટકા ઘટ્યો: જી.એસ.મલિક

  • ઓવર સ્પીડિંગ માટે 10 કરોડનો દંડ વસૂલાયો
  • છેલ્લા 7 મહિનામાં કુલ 38.74 કરોડ દંડ વસૂલાયો

અમદાવાદ શહેરમાં ટ્રાફિકના નિયમોને લઈ ગુજરાત હાઈકોર્ટે આજે ટ્રાફિક પોલીસ અને રાજ્ય સરકારને આડે હાથ લીધી અને ઘણા વેધક સવાલો કર્યા છે. ત્યારે શહેરમાં ટ્રાફિક મુદ્દે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે નિવેદન આપ્યું છે. શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકે કહ્યું કે ટ્રાફિકની સારી કામગીરીથી અકસ્માતમાં થતા મોતના આંકડા ઘટ્યા છે.

ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા સામે કડક કાર્યવાહી

[[$googlead]]

શહેરમાં છેલ્લા 7 મહિનામાં અકસ્માતથી થતા મોતનો આંકડો 25 ટકા સુધી ઘટ્યો છે. ત્યારે શહેરમાં ક્રાઈમના આંકડામાં પણ ઘટાડો નોંધાયો છે. શહેરમાં પોલીસ ટ્રાફિક, હેલ્મેટ અને અન્ય નિયમોનું પાલન ન કરનારા સામે પણ કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે ઓવર સ્પીડિંગ સામે પણ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે અને ઓવર સ્પીડિંગ કરનારા પાસેથી રૂપિયા 10 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે.

[[$alsoread]]

7 મહિનામાં રૂપિયા 38.74 કરોડ દંડની રકમ નિયમોનું ઉલ્લંઘન કરનારા પાસેથી વસૂલવામાં આવી

શહેરમાં છેલ્લા 7 મહિનામાં રૂપિયા 38.74 કરોડ દંડની રકમ નિયમોનું ઉલ્લંઘન કરનારા પાસેથી વસૂલવામાં આવી છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે દંડની રકમમાં જંગી વધારો નોંધાયો છે અને બીજી તરફ શહેરમાં ટ્રાફિક, હેલ્મેટના નિયમોનું પાલન કરાવવા માટે પણ સખ્ત છે.

ઉલ્લેખનીય છે કે તમને જણાવી દઈએ કે અમદાવાદમાં ટ્રાફિકને લઈને હાઈકોર્ટે ઘણા પ્રશ્નો કર્યા છે. ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટે ટ્રાફિક પોલીસ અને રાજ્ય સરકારને આડેહાથ લીધી અને હાઈકોર્ટે સવાલ કર્યો કે ગુજરાતમાં હેલ્મેટના નિયમ છે ખરા? ટુ વ્હીલરચાલકો હેલ્મેટ પહેરતા નથી તેવુ ધ્યાનમાં આવ્યું છે.

હાઈકોર્ટે મુંબઈના ટ્રાફિકનો આપ્યો દાખલો

હાઈકોર્ટે ટ્રાફિક પોલીસને આડે હાથે લીધી અને કહ્યું કે ટ્રાફિક પોલીસ પણ વાહનચાલકને છાવરી રહી છે અને સવારે નજર કરીએ તો ટુ વ્હીલર પર 3 લોકો સવાર થઈને બિંદાસ જતા હોય છે અને ટ્રાફિક પોલીસ મૂકપ્રેક્ષક બનીને માત્ર જોયા કરે છે. જનતામાં પણ ટ્રાફિક નિયમોનો અભાવ જોવા મળી રહ્યો છે અને હાઈકોર્ટે કહ્યું હતું કે એક નજર મુંબઈના ટ્રાફિક પર કરો, ત્યાં જનતા અને પોલીસ બંને જાગૃત છે.


  • Follow us on: