- શહેરમાં ક્રાઈમ કાબુ હેઠળ છે : પોલીસ કમિશનર
- હત્યામાં 33%, હત્યાના પ્રયાસમાં 21%નો ઘટાડો : પોલીસ કમિશનર
- બળાત્કારના કેસોમાં 12%નો ઘટાડો : પોલીસ કમિશનર
અમદાવાદ શહેર પોલીસે આજે ક્રાઈમ કોન્ફરન્સ યોજી હતી જેમાં શહેરમાં બની રહેલા ગુનાઓની સમીક્ષા કરવામાં આવી હતી,આ ક્રાઈમ કોન્ફરન્સમાં CP, DCP, PI સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા.શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિકનું કહેવું છે કે,શહેરમાં હત્યા અને હત્યાના પ્રયાસના બનાવોમાં ઘટાડો નોંધાયો છે.
શું કહ્યું પોલીસ કમિશનરે
અમદાવાદ શહેર પોલીસ કમિશનરના જણાવ્યા અનુસાર પબ્લિક ઓરિએન્ટેડ પોલીસીંગ કરાશે,લેન્ડ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને અગામી સમયમાં પણ કરાશે તો જે આરોપીઓ સામે ગુજસીટોકની કલમ લગાડવા જેવી હશે તેની સામે આ કલમ લગાડવામાં આવશે,તો એક જ પોલીસ સ્ટેશનમાં 10 વર્ષથી વધુ સમય ફરજ બજાવતા 4500થી વધુ પોલીસકર્મીઓની બદલી કરી છે.અગામી સમયમાં પણ અન્ય પોલીસકર્મીઓની બદલી કરવામાં આવશે.
ચિટીંગના કેસો વધ્યા છે : પોલીસ કમિશનર
પોલીસ કમિશનરે ગુનાઓની સમીક્ષાને લઈ જે કોન્ફરન્સ યોજી હતી જેમાં સામે આવ્યું છે કે,ચિંટીગના કેસોમાં વધારો થયો છે,લોકો અલગ-અલગ રીતે ચિટીંગ કરી રૂપિયા પડાવતા હોય છે જેને લઈ સાયબરક્રાઈમ પણ ઉંડાણપૂર્વક તપાસ કરીને ગુના નોંધતી હોય છે અને ફરિયાદીને રૂપિયા પરત અપાવતી હોય છે.
ક્રાઈમ કાબુ હેઠળ છે : પોલીસ કમિશનર
અમદાવાદ પોલીસ કમિશનરનું કહેવું છે કે,અમદાવાદ શહેરમાં ક્રાઈમ કાબુ હેઠળ છે તેવું કહેતા ગર્વ થાય છે.હત્યાના ગુનામાં 33%નો ઘટાડો તો હત્યાના પ્રયાસના ગુનામાં 21% નો ઘટાડો નોંધાયો છે,બળાત્કારની ઘટનામાં 12%નો ઘટાડો છે.આ વર્ષે પોલીસે સૌથી વધારે ગુનાઓનું ડીટેકશન કર્યુ છે.ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા સામે પણ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે છે.
સાયબર ક્રાઈમના ગુનાઓ વધુ છે
અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઈમના ગુના વધુ નોંધાય છે તેને લઈ પોલીસ માટે એક પડકારજનક સમસ્યા છે,આરોપીઓ દ્રારા અલગ-અલગ રીતી ચિટીંગ કરી રૂપિયાની છેતરપિંડી કરવામાં આવે છે,તો અમદાવાદ શહેરમાં છેલ્લા બે મહિનામાં 10 કરતા વધુ હત્યા થઈ છે.અમદાવાદ પોલીસ દ્રારા છેલ્લા 6 મહિનામાં થયેલ ગુનાઓનું એનાલિસીસ કરવામાં આવ્યું હતુ.









