અમદાવાદના ચંડોળામાં વહેલી સવારથી જ ગેરકાયદે દબાણો તોડવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. અહીં નાના મોટા દબાણો તોડવામાં આવ્યા છે. તંત્રએ ત્યાં રહેતા લોકોને મકાનો ખાલી કરવાની નોટીસો આપતા સોમવારે મોડી રાત સુધી લોકોએ મકાનો ખાલી કર્યા હતાં. મોડી રાતથી જ દબાણો હટાવવા માટે જેસીબી સહિતના મશીનો પહોંચી ગયા હતાં. આજે વહેલી સવારથી છોટા તળાવ વિસ્તારમાં દબાણો તોડાયા હતાં. આ ઉપરાંત લલ્લા બિહારીના ફાર્મ હાઉસની બાજુના દબાણો પણ તોડી પડાયા હતાં. પોલીસે અહીં ફૂટ પેટ્રોલિંગ પણ શરૂ કર્યું હતું.આ દરમિયાન સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.


[[$googlead]]

ચંડોળામાં મસ્જિદ તોડવા મુદ્દે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ

અમદાવાદના ચંડોળામાં ડિમોલિશનના બીજા તબક્કાની શરૂઆત કરવામાં આવી છે. આ દરમિયાન મસ્જિદ તોડવા મુદ્દે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું છે. સ્થાનિકોએ ઉગ્ર બોલાચાલી કરી હતી. સ્થાનિકોએ કહ્યું હતું કે, અત્યાર સુધી દબાણો ના તોડ્યા તો હવે કેમ તોડો છો. પોલીસને અહીંયાથી જતા રહો નહીં તો જોવા જેવી થશે તેવી ધમકી આપી હતી.પોલીસને ધક્કા મારીને ભગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

[[$alsoread]]

ચંડોળા ફેઝ 2માં મોટાભાગના તમામ દબાણો દૂર થશે

આ અંગે જેસીપી શરદ સિંઘલે કહ્યું હતું કે, ચંડોળા ફેઝ 2માં મોટાભાગના તમામ દબાણો દૂર થશે.સ્થાનિકોને પહેલેથી જ ઝુંપડા ખાલી કરવા સૂચના અપાઈ છે.ફેઝ 2ની કામગીરી આગામી 2-3 દિવસ સુધી ચાલી શકે છે.ચંડોળા ફેઝ 1માં ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર તમામને દૂર કરાયા છે.લલ્લા બિહારી જેવા અસામાજિક તત્વોની પણ અટકાયત કરાઈ છે. અહીં દારૂ અને ડ્રગ્સ સહિતની પ્રોહિબિશનની એક્ટિવિટી થતી હતી.2.5 લાખ સ્ક્વેર ફિટ જગ્યા પરથી 8 હજાર ઝુંપડા ખાલી થશે.


  • Follow us on: