અમદાવાદ શહેરમાં ચોમાસુ આવે અને લોકો પરેશાન ના થાય ત એવું શક્ય જ નથી, લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ વખતે તો તંત્ર જ કહી રહ્યું છે કે 36 સ્થળ એવા છે કે જેમાં પાણી તો ભરાશે જ, હાલમાં આ તમામ જગ્યાઓ પર કામગીરી ચાલી રહી છે અને તે આશરે 2 વર્ષ ચાલશે એટલે કે એ લોકોને તો વેઠવાનો વારો આવશે જ.


[[$googlead]]

ચોમાસામાં અડધા અમદાવાદામાં પાણી ભરાવાનું નક્કી

અમદાવાદ શહેરમાં જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા દેખાઈ રહ્યા છે આમ તો ડ્રેનેજ હોય સ્ટ્રોમ વોટર હોય કે પછી વોટર સપ્લાય લાઈનની કામગીરી હોય તે ચોમાસા પહેલા પૂર્ણ કરી લેવાની હોય છે પરંતુ ચાલુ વર્ષ 36 સ્થળ એવા છે જેમાં હજી પણ કામગીરી ચાલી રહી છે અને તંત્ર ખુદ સ્વીકારી રહ્યું છે કે આગામી દોઢ થી બે વર્ષ સુધી આ કામગીરી ચાલશે, આ તમામ વિસ્તારની વાત કરીએ તો તેમાં થલતેજ બોપલ ઘુમા,રોપડા તળાવ મક્તમપુરા તળાવ મકરબા તળાવ બેદાર તળાવ જુહાપુરા અંબર ટાવર ,ફતેવાડી , ફુજીલ પાર્ક ,પાલડી , માણેકબાગ ,ચાણક્ય હોલ સાબરમતી રાણીપ શાહીબાગ નિકોલ રામોલ હાથીજણ, સરસપુર ઇન્ડિયા કોલોની નારણપુરા રખિયાલ નરોડા વસ્ત્રાલ દાણીલીમડા ઈસનપુર સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે,એટલે કે જે રીતે તંત્ર વિસ્તાર કહી રહ્યું છે મતલબ કે અડધા અમદાવાદમાં પાણી ભરાશે એ નક્કી છે

[[$alsoread]]

તંત્રએ મોટો ખર્ચો કર્યો પણ કામગીરી નિષ્ફળ !

આ તમામ વિસ્તારમાં જે કામગીરી ચાલી રહી છે તેની પાછળ તંત્ર અંદાજે 800 કરોડનો ખર્ચ કરશે, ગત ચોમાસાની વાત કરીએ તો મનપા દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો જેમાં સામે આવ્યું હતું કે 130 જેટલા સ્થળ એવા છે જેમાં પાણી ભરાશે. જેના નિકાલ માટે તંત્ર દ્વારા મહેનત કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં અડધું અમદાવાદ પાણીમાં હોય તેવી સ્થિતિ થઇ હતી.

અમદાવાદમાં ચોમાસા દરમિયાન લોકોને ભારે હાલાકી ભોગવવાની છે એ નક્કી છે

ત્યારે આ વખતે ઘણી જગ્યાએ 1 કલાક જેટલો સમય પાણી ભરાઈ રહેશે પરંતુ આ 36 સ્થળો તો એવા છે કે જેમાં કલાકો સુધી પાણીનો ભરાવો રહેશે, હાલ તંત્ર દ્વારા શહેરની 62 હજારથી વધારે કેચપીટ સફાઈ કરવાની શરૂઆત કરી દીધી છે, સામાન્ય રીતે તંત્ર દાવા કરતુ હોય છે કે ચોમાસા દરમિયાન લોકોને ઓછી હાલાકી પડે તેના માટે કામગીરી કરવામાં આવશે પરંતુ આ વખતે ચોમાસા દરમિયાન લોકોને ભારે હાલાકી ભોગવવાની છે એ નક્કી છે.


  • Follow us on: