• અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો સૌથી મોટો પર્દાશ
  • અન્ય રાજયમાંથી બાળકોને અમદાવાદ લાવી કરાતી હતી ભિક્ષાવૃતિ
  • પોલીસે આરોપીઓને ઝડપવા હાથધરી તપાસ

2007માં મધુરભંડારકરની મુવી ટ્રાફિક સિગ્નલ આવી હતી.આ મુવીએ મુંબઈ સહિત દેશના અન્ય શહેરોમાં ચાલતી ભિક્ષુકવૃતિનો પર્દાફાશ કર્યો હતો.હવે આવુ જ એક ભિક્ષુકવૃતિનું રેકેટ અમદાવાદ ક્રાઈમબ્રાંચે ચલાવેલી ડ્રાઈવમાં સામે આવ્યુ છે. જેમાં આરોપીઓ દ્વારા અન્ય રાજ્યના બાળકોને ગુજરાતમાં લાવીને તેમની પાસે ભિક્ષુકવૃતિ કરાવવામાં આવી રહી હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યુ છે.

પોલીસ દ્રારા સ્પેશિયલ ડ્રાઈવ હતી

[[$googlead]]

અમદાવાદના ચાર રસ્તાઓ પર ભિક્ષુકવૃતિ કરતા જોવા મળતા બાળકોને રોકવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્રારા સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી.જેમાં અત્યાર સુધીમાં 46 બાળકોનું રેસ્કયૂ કરવામાં આવ્યુ છે અને આવા બાળકોને ભિક્ષુકવૃતિમાં ધકેલનાર તેમના માતા-પિતા તેમજ સગાસંબંધીઓ ઉપર 26 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.આ સાથે જ આરોપીઓની પૂછપરછમાં ક્રાઈમબ્રાંચને માહિતી મળી છે કે આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર જે મૂળ રાજસ્થાનનો છે તેની એક મોટી ગેંગ આ કાવતરામાં સંડોવાયેલી છે જેમના દ્વારા અન્ય રાજ્યોના બાળકોને ગુજરાતમાં લાવીને તેમની પાસે ભિક્ષુકવૃતિ કરાવવામાં આવતી હતી અને ભિક્ષુકવૃતિ કરતા બાળકો પાસેથી દિવસના 500 થી 1500 રૂપિયા વસુલવામાં આવતા હતા.

[[$alsoread]]

સિગ્નલ દ્રારા ભાવ નક્કી કરાતો

આરોપીઓ દ્વારા અલગ અલગ સિગ્નલ પર અલગ-અલગ ભાવ નક્કી કરવામાં આવતો હતો.પકવાન , શિવરંજની, કોમર્સ છ રસ્તા જેવા પોશ વિસ્તારના સિગન્લ પરના બાળકો પાસેથી ઉંચી રકમ વસૂલવામાં આવતી હતી.આ સાથે જ આવા સિગ્નલો પર ભિક્ષુકવૃતિ કરતા બાળકો કોને મળે છે કોની સાથે વાત કરે છે તેના માટે બાળકો પર ચોરી છૂપેથી બાજ નજર પણ રાખવામાં આવતી હતી. ભિક્ષુકવૃતિ કરતા બાળકોને રહેવાની,જમવાની વ્યવસ્થા પૂરી પાડવા માટે ભિક્ષુકવૃતિ કરતા બાળકોના માતા-પિતા આરોપીઓને ભિક્ષુકવૃતિથી મેળવેલી રકમ પહોચાડતા હતા.આ કાંડનો મુખ્ય આરોપી મૂળ રાજસ્થાનનો છે જેના સુઘી પહોચવા માટે ક્રાઈમબ્રાંચની અલગ અલગ ટીમો તપાસ કરી રહી છે.

બાળકોનું કાઉન્સિલિંગ કરાયુ

ભિક્ષુકવૃતિમાં સંડોવાયેલા 9 થી 14 વર્ષના 46 બાળકોનું ક્રાઈમબ્રાંચે વિવિધ સિગ્નલ પરથી રેસ્ક્યુ કર્યુ છે જેમનું મનોચિકિત્સક દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવી રહ્યુ છે આ બાળકો આગામી દિવસોમાં ફરીથી આ પ્રવૃતિ સાથે ન જોડાય તે માટે અમદાવાદ ક્રાઈમબ્રાંચ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલન કરી તેમના રહેવાની તેમજ અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવશે.


  • Follow us on: