- પૂર પીડિતોને પાક વીમો ન મળ્યાની PILમાં HCએ સરકારને ખખડાવી
- રાજ્યના ખેડૂતોને પ્રધાન મંત્રી પાક વીમા યોજનાના સાત કરોડ ચૂકવાયા નથી
- નુકશાનીના આધારે ખેડૂતોની સંખ્યા અને વળતરની રકમ નક્કી કરવાની હોય છે
પાછલા કેટલાય વર્ષોથી જ્યારે જ્યારે પણ રાજ્યમાં અતિવૃષ્ટિનો સમય આવે છે અથવા તો એક સામટો ખૂબ વરસાદ પડે, માવઠાં પડે અને ખેડૂતોનો ઊભો પાક ધોવાઈ જાય કે નાશ પામે ત્યારે તેમને પાક વીમાની રકમ ચૂકવવામાં સરકાર તરફથી કાયમ અખાડા કરવામાં આવ્યા હોવાની ફરિયાદો ઉઠી છે.
આ જ કારણે હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી અને તેમાં સરકારને જે સોગંદનામું કરવાનો આદેશ કરેલો તે વાંચીને હાઈકોર્ટ એટલી નારાજ થઈ કે સોગંદનામા સાથે કરેલો રિપોર્ટ જ ફગાવી દીધો હતો.










