પૂર્વ વિસ્તારમાં ટેક્સ વિભાગના કર્મચારીઓ બાકીદારોના નામ બોલતા લોકોના ટોળાં થઇ ગયા હતાં. લોકોએ ફોન કરી કોર્પોરેટરો સમક્ષ રોષ ઠાલવ્યો હતો, કેટલાક કોર્પોરેટરોએ તો ફોન પણ ઉઠાવ્યા નહીં હોવાનો બાકીદારોએ રોષ ઠાલવ્યો હતો. પૂર્વની 142 યુનિટના 4.35 લાખ દેવર્સીય રેસીડેન્સી, 142 યુનિટના 9.43 લાખ વૈદેહી રેસીડેન્સી, 179 યુનિટના 8.51 લાખ આર્શીવાદ ડ્રીમસ, 110 યુનિટ 4.49 લાખ મહાદેવ એવન્યુ, 6.26 લાખ આર્શીવાદ સીટી, 3.95 લાખ સાબર એપાર્ટેમેન્ટ અને 6.46 લાખ પરમેશ્વર ટેનામેન્ટના ટેક્સના બાકી નાણાં છે.
મ્યુનિ.ટેક્સ વિભાગના કર્મચારીઓએ સોસાયટીઓમાં ફરીને બાકીદારોના નામ બોલ્યા હતાં. ટેક્સ વિભાગની આ કામગીરીને બાકીદારો સહિત પ્રજાએ અલગ અલગ મંતવ્યો આપ્યા હતાં. બાકીદારોએ કહ્યું કે, જાહેરમાં નામ બોલાવથી ટેક્સના નાણાં ઝડપથી ભરાઇ જવાના નથી. નોટીસ સહિતની કાર્યવાહી કરે છે. આવા સમય કોર્પોરેટરો ફોન ઉઠાવતા નથી. ટેક્સની સમસ્યા હોય તો સ્થાનિક રાજકીય આગેવાનો કે ટેક્સ વિભાગના કર્મચારીઓ મદદ કરતાં નથી અને બાકી વસુલવા ઢોલ લઇને દોડી આવે છે. જ્યારે સોસાયટીના અન્ય રહીશોએ કહ્યું કે, ટેક્સના બાકી નાણાં ભરી દેવા જોઇએ. પરંતુ આવી રીતે જાહેરમાં નામ બોલાવની જરૂર નથી. વગદાર વ્યક્તિઓના નામ બોલાતા નથી. કેટલકી સોસાયટીઓમાં ટોળાં એકત્ર થયા હતાં. કેટલીક સોસાયટીઓમાં કોઇ નોંધ લીધી નહતી. મ્યુનિ.ટેક્સ વિભાગના કર્મચારીઓએ કોઇ પણ ઉગ્રતા દાખવ્યા વીના કામગીરી કરી હતી. કેટલાક સ્થળોએ લોકોના રોષના ભોગ બનવું પડયું હતું. પરંતુ એક પણ સ્થળએ અનિચ્છનિય બનાવ બન્યો હોવાનું ધ્યાનમાં આવ્યું નથી. મ્યુનિ.ટેક્સ વિભાગના અધિકારીઓએ કહ્યુંકે, ઢોલ નગારાની સાથે કડક કાર્યવાહી પણ કરાશે. જેથી સોસાયટીના લોકો સમજીને બાકી ટેક્સની ત્વરિત રકમ ભરી દે હિતાવહ છે.










