• શિક્ષણમંત્રીએ મેળવ્યો સ્કૂલની ઘટનાનો તાગ
  • શિક્ષણમંત્રીએ DEO સાથે કરી વાતચીત
  • શાળામાં ઓફલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય

અમદાવાદના શેલામાં શાંતિ એશિયાટીક સ્કૂલમાં ACમાં બ્લાસ્ટ થયા હોવાની ઘટના બની હતી. આ ઘટનાને લઈને સ્કૂલ સંચાલકો દ્વારા સ્કૂલના બાળકોના વાલીઓને કોઈઓ જ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી. જેને લઈને વાલીઓએ શાળાએ જઈને હોબાળો કર્યો હતો. ત્યાં પોહચીને વાલીઓએ શાળામાં ફાયરસેફટીના સાધનોની તપાસ કરી હતી. આ સમગ્ર ઘટનાની જાણ થતાં શિક્ષણમંત્રીએ DEO સાથે વાતચીત કરી હતી. જે બાદ એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

શિક્ષણમંત્રીએ DEO સાથેની વાતચીત કરી

[[$googlead]]

આગની ઘટના છૂપાવ્યા બાદ શાંતિ એશિયાટીક શાળા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં શિક્ષણમંત્રીની DEO સાથેની વાતચીત બાદ એશિયાટિક શાળાને બંધ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી સત્તાવાર રીતે શાળાની તપાસ પૂર્ણ ના થયા ત્યાં સુધી શાળા બંધ રાખવામાં આવે તેવો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે જેટલો સમય સુધી શાળા બંધ રહે ત્યાં સુધી બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવાનું રહેશે.

[[$alsoread]]

DEO ના આદેશ મુજબ નિર્ણય લેવાશે

એશિયાટીક શાળાને જરૂરી તમામ તપાસ પૂર્ણ કર્યા બાદ જ ઓફલાઇન શિક્ષણ શરુ કરવા મામલે મંજૂરી આપવામાં આવશે. બપોરે 2 વાગે આગની ઘટના બની હતી પણ સ્કૂલ સંચાલકો દ્વારા આ ઘટનાની કોઈને જાણ કરવામાં ન આવી હતી. સ્કૂલ શરૂ કે બંધ રાખવી તે DEO ના આદેશ મુજબ નિર્ણય લેવામાં આવશે.

ACમાં બ્લાસ્ટ મામલે વાલીઓએ હોબાળો કર્યો

અમદાવાદના શેલામાં આવેલી એશિયાટીક સ્કૂલમાં ACમાં બ્લાસ્ટ થયો હતો. જે મુદ્દે વાલીઓએ હોબાળો કર્યો હતો. શેલાની એશિયાટીક સ્કૂલમાં ACમાં બ્લાસ્ટ થયા બાદ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓ દ્વારા એવા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે કે, સ્કૂલ સંચાલન દ્વારા આ બ્લાસ્ટ અંગે તેમણે કોઈ જાણ કરવામાં નથી આવી.


  • Follow us on: