ખ્યાતિ હોસ્પિટલકાંડ મુદ્દે ક્રાઈમબ્રાંચને મહત્વની સફળતા મળી છે. વાસ્તવમાં ભાગેડુ આરોપી ડૉ.સંજય પટોળીયાની ધરપકડ કરાઇ છે. નોંધનિય છે કે, ડૉ.સંજય પટોળીયા ખ્યાતિ હોસ્પિટલમાં ડિરેક્ટર હતો. આ સાથે રાજકોટમાં ડૉ.સંજય પટોલીયા ન્યૂ લાઈફ નામથી હોસ્પિટલ ચલાવતો હતો. સંજય પટોળીયા રાજકોટમાં છુપાઈને બેઠો હતો. જોકે આ ઘટના બાદ તેણે આગોતરા જામીન અરજી આપી હતી પણ આગોતરા જામીન અરજી રિજેક્ટ થતા અમદાવાદ આવ્યો હતો. આ દરમિયાન સોલા મિત્રના આર.કે.જે ફાર્મ હાઉસ પાસે છુપાયો હતો. જે બાદમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે.
ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર સંજય પટોળીયાની ધરપકડ
રાજ્યભરમાં ચકચાર જગાવનારા ખ્યાતિકાંડ મામલે ગુનો નોંધાયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા ડો. સંજય પટોળીયાને પોલીસે ઝડપી પાડ્યો છે. ડો. સંજય પટોળીયાએ કરેલી આગોતરા જામીન અરજી મંગળવારે રદ થઈ હતી.ખ્યાતિકાંડ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ સોંપાયા બાદ અત્યાર સુધીમાં કુલ સાત આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી હજી પણ પોલીસ પકડથી દૂર છે.
ખ્યાતિ હોસ્પિટલકાંડમાં સંજય પટોળીયાની તપાસમાં મોટો ખુલાસો
અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલકાંડમાં સંજય પટોળીયાની તપાસમાં મોટો ખુલાસો થયો છે. સંજય પટોળીયાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. વિગતો મુજબ સંજય પટોળીયા રાજકોટમાં છુપાઈને બેઠો હતો અને ત્યાંથી તેણે આગોતરા જામીન અરજી આપી હતી. આ તરફ આગોતરા જામીન અરજી રિજેક્ટ થતા અમદાવાદ આવ્યો હતો. જોકે સંજય સોલા મિત્રના આર.કે.જે ફાર્મ હાઉસ પાસે છુપાયો હતો અને આર.કે.જે ફાર્મ હાઉસ પાસેથી તેણે કોલ કર્યા હતો. આ તરફ ક્રાઈમ બ્રાન્ચે મોબાઇલ ટ્રેસ કરી સંજય પટોળિયાની ધરપકડ કરી હતું.
સંજય પટોળીયાની ધરપકડને લઇ ACPની પ્રેસ
ખ્યાતિકાંડના ડાયરેક્ટર સંજય પટોળીયાની ધરપકડને લઇ ACP ભરત પટેલે જણાવ્યું હતું કે, ખ્યાતિ હોસ્પિટલમાં સંજય પટોળિયાનો 39 ટકા હિસ્સો છે. સંજય પટોળિયા અલગ અલગ સ્થળોએ રોકાણ કર્યું હતું હોસ્પિટલનું નામ એશિયન બેરિયાટ્રિક નામ રાખ્યું છે. ગુનો નોંધાયા બાદ રાજસ્થાન ભાગી ગયેલો હતો. સમગ્ર મામલે PMJAY યોજના હેઠળ ભૂમિકાની તપાસ થશે. PMJAY યોજનામાં બેરિયાટ્રિક સર્જરી સામેલ નહીં. ગુનો નોંધાયા બાદ પટોળિયા રાજકોટ ભાગ્યો હતો. રાજસ્થાનના અલગ - અલગ શહેરોમાં પટોળિયા છૂપાયો હતો. સંજય બેરિયાટ્રીક સર્જરી કરતો હતો, બેરિયાટ્રિક સર્જરી PMJAYમાં સામેલ નથી. સંજય પટોળિયાની ભૂમિકા મુદ્દે તપાસ કરવામાં આવશે. દર્દીની સારવારમાં જે ખર્ચ થાય છે તે હોસ્પિટલને ચૂકવાય છે.
કોણ છે સંજય પટોળિયા?
ડો. સંજય પટોળિયા વર્ષ 1999માં રાજકોટ સરકારી હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયો હતો. ત્યારબાદ તેમણે ગેસ્ટ્રો અને બેરિયાટ્રિક સર્જન તરીકે પ્રાઈવેટ પ્રેક્ટિસ શરૂ કરી હતી. 2005માં રાજકોટમાં ન્યૂ લાઈફ હોસ્પિટલની શરૂઆત કરી હતી. ત્યારબાદ અમદાવાદમાં 2014માં એસજી હાઈવે પર એશિયન બેરિયાટ્રિક્સ હોસ્પિટલની શરૂઆત કરી હતી, જેનું નામ બદલી 2019માં ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ કરવામાં આવ્યું હતું, જે હાલ રાજ્યભરમાં ચર્ચામાં છે. પટોળીયા ખ્યાતિ હોસ્પિટલમાં 33.85 ટકાનો ભાગીદાર છે. તેણે પ્રોફેશનલ ફી પેટે રૂ.65, 25, 976 લીધા હતા.









