અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉનાળા વેકેશનને લઇને અતિભીડ ન થાય તે માટે રિઝર્વેશન કાઉન્ટરની પાસે જ હંગામી ધોરણે પતરાના શેડવાળો હોલ્ડિંગ વિસ્તાર બનાવાયો છે.


જ્યાં મુસાફરો રોકાય છે. હાલમાં રેલવે કાર્યાલયની અંદરથી પાણી લીકેજ થઇને આ હોલ્ડિંગ એરિયામાં ફરી વળ્યું છે. જેના કારણે મુસાફરોએ બેસવા, ઉંઘવા, ઉભા રહેવામાં પણ પરેશાની ભોગવવી પડી રહી છે.

આ વિસ્તારમાં સફાઇ કર્મીઓ દ્વારા યોગ્ય સફાઇ પણ કરાતી ન હોવાથી જ્યાં ત્યાં ગંદકી જોવા મળે છે. પાણી છેક રિક્ષા પાર્કિંગ સ્ટેન્ડ સુધી રેલાયું છે. સફાઇનો અભાવ, મચ્છર-માંખીનો ઉપદ્વવ અને અસહ્ય ગંધથી હોલ્ડિંગ એરિયામાં યાત્રીએ બેસવું પણ ન ગમે તેવી સ્થિતિ સર્જાઇ છે. આ મામલે પિૃમ રેલવેના અમદાવાદ વિભાગના ડીઆરએમને લેખિતમાં રજૂઆત કરાઇ છે. ગરમીમાં અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર નીકળતા નથી અને મુસાફરોની હાલાકીઓને ધ્યાને લેતા ન હોવાની ફરિયાદો ઉઠી છે. મુસાફરો ગંદકી કરે , થૂંકે તો 500 રૂપિયા દંડ વસૂલનાર અધિકારીઓ હોલ્ડિંગ એરિયામાં ગંદકી બદલ જવાબદાર રેલવેના બેદરકાર અધિકારીઓને દંડશે કે કેમ તે પ્રશ્ન મુસાફરો પૂછી રહ્યા છે.


  • Follow us on: