ધોળકામાં રહેતા ટીનાભાઇ ઠાકોર મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમાં ગત 28 એપ્રિલે તેમને અને રમીલાબેન તથા લલીબેનને કંપનીની બોલેરો પીકઅપ ડાલુ મજૂરોને લેવા આવી હતી.


જેથી તેઓ કારમાં બેસીને જીવણપુરા ઘાસ કાપવા જતા હતા. ત્યારે ભાટ ગામ પાસે એફેકંપની કારચાલકે પાણી ભરવા રોંગસાઇડમાં કાર લઇ જઇને ઉભી રાખી હતી. આ દરમ્યાન પૂરઝડપે આવી રહેલ અર્ટિગા કારચાલકે મજૂરો ભરેલ કારને અકસ્માત કર્યો હતો. જેથી લલીબેન અને રમીલાબેનને ઇજા પહોચી હતી. તેમજ અર્ટિગા કારચાલકે 56 વર્ષીય પ્રવિણભાઇ ચાવડાને પણ ઇજાઓ થઇ હતી. જેથી ત્રણેય ઇજાગ્રસ્તોને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમ્યાન પ્રવિણભાઇનું મોત નિપજ્યુ હતુ. આ અંગે અસલાલી પોલીસે પ્રવિણભાઇ સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.


  • Follow us on: