• અમદાવાદમાં બે ડિજીટલ વ્યાજખોર ઝડપાયા
  • રિક્ષા, લારી-ગલ્લા વાળાને વ્યાજે આપતા રૂપિયા
  • આર્થિક ગુના નિવારણ શાખાએ બન્નેને ઝડપ્યા

અમદાવાદની આર્થિક ગુના નિવારણ શાખાએ બે ડિજીટલ વ્યાજખોરોને ઝડપ્યા છે,આ વ્યાજખોરો વ્યાજે આપેલા રુપિયાનું ડેઈલી કલેકશન કરતા હતા.અલ્લારખા અબ્દાલ અને સઈદ શેખની પોલીસે ધરપકડ કરી છે,બન્નેના મોબાઇલમાંથી લોનના હિસાબ પણ મળી આવ્યા છે,ત્યારે પોલીસની તપાસમાં અનેક ખુલાસા થશે,

100થી વધુ લોકોને લોન આપી

[[$googlead]]

આર્થિક ગુના નિવારણ શાખાને માહિતી મળી આવી હતી કે,બન્ને આરોપીઓ રિક્ષા ચાલકો તેમજ લારી-ગલ્લા ચલાવનારને રુપિયા વ્યાજે આપતા હતા ત્યારે પોલીસે આ બાબતે બન્નેના ફોન લઈ તપાસ્યા હતા જેમાં લોન લેનારના આધારકાર્ડ અને ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા.વ્યાજે આપેલા રુપિયાનુ ડેઈલી કલેકશન કરતા હોવાનું સામે આવ્યુ છે.ખાતાબુક નામની એપ્લિકેશનમાંથી પોલીસને આ માહિતી મળી હતી,આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

[[$alsoread]]

અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરોને લઈ પેટી મૂકાઈ

અમદાવાદ પોલીસ દ્રારા અલગ-અલગ પોલીસ સ્ટેશન તેમજ વિસ્તારમાં મોટા ચાર રસ્તાઓ હોય ત્યા વાયાજખોરોને લઈ પેટી મૂકવામાં આવી છે,આ પેટીમાં જે પણ લોકોએ રૂપિયા લીધા હોય વ્યાજખોરો પાસેથી અને તે લોકો વધુ રૂપિયાની માંગણી કરતા હોય તો પેટીમાં વ્યાજખોરનું નામ અને અરજદાર તેનો મોબાઈલ નંબર લખીને ચિઠ્ઠી મૂકી શકે છે જેથી કરીને પોલીસ અરજદાર અને વ્યાજખોર સુધી પહોંચી શકે.

વ્યાજખોરોને લઈ પોલીસની મુહીમ

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોર સામે સરકાર દ્વારા મુહિમ ચાલવવામાં આવી છે અને ઘણા લોકોને વ્યાજખોરીના ચક્કરમાંથી બહાર કાઢવામાં સફળતા મળી છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા ઝોન-5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોક દરબાર યોજાયો હતો અને આ લોક દરબારમાં વ્યાજખોરો વિરૂદ્ધ વધુ 6 ફરિયાદ નોંધાઈ છે.ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ વ્યાજખોરો સામે સરકારને આકરા પગલાં લીધા છે અને ઘણા મોટા વ્યાજખોરો સામે ફરિયાદો નોંધી છે. ત્યારે જરૂરિયાત મંદ લોકોને સરકારની યોજનાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે અને વ્યાજખોરીના ચક્કરમાં ના પાડવાની સલાહ આપવામાં આવે છે.

  • Follow us on: