અમદાવાદના જમાલપુરમાં સ્થિત કાચની મસ્જિદ કેસમાં હવે ઈડીની એન્ટ્રી થઈ છે. શહેરમાં 10 સ્થળોએ ઈડીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. કાચની મસ્જિદમાં વકફ અને મનપા સાથે છેતરપિંડી કેસમાં ટ્રસ્ટના નાણાં-અન્ય ગેરકાયદે બાંધકામ મામલે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. બાંધકામના નાણાંકીય વ્યવહારને લઈ ઈડીની તપાસ શરૂ થઈ ગઈ છે.
કાચની મસ્જિદમાં વકફ અને મનપા સાથે છેતરપિંડીનો કેસ
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના જમાલપુરમાં સ્થિત કાચની મસ્જિદમાં વકફ અને મનપા સાથે છેતરપિંડીના કેસમાં ઈડીએ શહેરમાં 10 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ઈડીએ ટ્રસ્ટના નાણાં-અન્ય ગેરકાયદે બાંધકામ અને બાંધકામના નાણાંકીય વ્યવહારને લઈ તપાસ શરૂ કરી છે. તાજેતરમાં અમદાવાદના જમાલપુરમાં વકફ બોર્ડના કાયદાનો ગેરફાયદો ઉઠાવવા અંગેની ફરિયાદ નોંધાઈ હતી. કાચની મસ્જિદ અને અન્ય એક ટ્રસ્ટની જમીનના ટ્રસ્ટમા ટ્રસ્ટી નહીં હોવા છતાં આરોપીઓએ મસ્જિદની જમીનમાં 100 મકાનો બનાવી તેના ભાડા મેળવીને તેનો અંગત કામમાં ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું હતું.
સલીમ પઠાણના નાણાંકિય વ્યવહારોને લઈ તપાસ શરૂ
ઈડીએ આ કેસમાં સલીમ પઠાણના નાણાંકિય વ્યવહારોને લઈ તપાસ શરૂ કરી હોવાનુ જાણવા મળ્યું છે. કન્સ્ટ્રક્શનમાં નાણાં ક્યાંથી આવ્યા તેની પણ તપાસ કરાશે. કાચની મસ્જિદના નામે છેતરપિંડીના કેસમાં પણ ઈડી તપાસ કરશે. સલીમ પઠાણે અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન સાથે છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.









