અમદાવાદના પાલડીમાં આવિષ્કાર ફ્લેટમાંથી 88 કિલો સોનું મળ્યાના કેસમાં મહેન્દ્ર શાહ, મેથ શાહ અને તેમને મદદ કરનારને ત્યાં દરોડા પાડીને EDએ રૂ.23 લાખ રોકડા અને વિવિધ ગુનાહિત દસ્તાવેજો કબજે કર્યા છે.અમદાવાદ ઝોનલ ઓફ્સિના અમલીકરણ નિયામક ઈડીએ અમદાવાદમાં મહેન્દ્ર અમૃતલાલ શાહ, તેમના દીકરા મેષ શાહના ખાનપુર આસોપાલવ ફેલટસ નવરંગપુરામાં, પાલડી સહિતની વિવિધ સ્થળોએ દરોડા પાડયા હતા.
અગાઉ દરોડા પાડીને 88 કિલો સોનું જપ્ત કરાયુ હતું
EDએ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ 1999ની જોગવાઈઓ હેઠળ મહેન્દ્ર શાહ, મેથ શાહ અને તેમના સહયોગીઓના કેસ પર અમદાવાદ ડીઆરઆઈ અને ગુજરાત એટીએસ દ્વારા અગાઉ દરોડા પાડીને 88 કિલો સોનું જપ્ત કરાયુ હતું. જેમાંથી 52 કિલો સોનું દુબઈ,ઓસ્ટ્રેલિયા અને સ્વિટ્ઝર્લેન્ડ સાથે જોડાયેલા વિદેશી ચિહ્નો ધરાવતું હતું. ઈડીએ 88 કિલો સોનાના કેસમાં ખાનપુર ખાતેના ફ્લેટ પર દરોડા પાડ્યા હતાં.
મહેન્દ્ર કાળિયા અને મેથ શાહને બીલો મળી રહ્યા નથી
આ ઉપરાંત લકઝરી 15 ઘડિયાળો,હીરાના ઝવેરાત અને રૂ.137 કરોડનો મુદામાલ મળી આવ્યો હતો. પાલડીના આવિષ્કાર ફલેટમાંથી ૮૭ કિલો ગોલ્ડ બિસ્કિટ પૈકી પર કિલો ગોલ્ડ બિસ્કિટ ઉપર ફોરેન માર્કના હોવાથી ઓપરેટર મહેન્દ્ર શાહ ઉર્ફે મહેન્દ્ર કાળિયા અને મેથ શાહને બીલો મળી રહ્યા નથી.ઉલ્લેખનીય છે કે ઈડીએ નવરંગપુરા અને પાલડી સહિતના સ્થળોએ દરોડા પાડ્યા હતાં.









