રાજ્યમાં આ વર્ષે સારો વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે ગુજરાતના કેટલાક વિસ્તારમાં પૂરના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ઉપરાંત પાછલા કેટલાક દિવસથી તડકો હોવાથી મચ્છરનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં હાલ ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા, ઝાડા-ઊલટી, તાવ, શરદી, ઉધરસ, કમળો, ટાઈફોઇડ સહિતની બીમારીઓએ માઝા મૂકી છે. અમદાવાદમાં બેવડી ઋતુના કારણે વધ્યો રોગચાળો વકર્યો છે.
અમદાવાદમાં બેવડી ઋતુમાં રોગચાળો વકર્યો
- સોલા સિવિલમાં 7480 OPD નોંધાઈ
- ડેન્ગ્યુના 10, મેલેરિયાના 12 કેસ નોંધાયા
- ચિકનગુનિયાના 4, વાયરલ ઇન્ફેક્શનના 1600 કેસ
- સોલા સિવિલમાં કુલ 395 દર્દીઓ દાખલ
- 395 દર્દીઓમાંથી 29 બાળ દર્દીઓ સામેલ
રાજ્યમાં ચોમાસાની વિદાય બાદ હવે ધીમા પગલે શિયાળાની ઋતુની શરૂઆત થશે, પરંતુ હાલ બેવડી ઋતુ જોવા મળી રહી છે. રાજ્યમાં સવાર-સાંજ ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આ બેવડી ઋતુમાં રોગચાળો વકર્યો છે. ઘરે-ઘરે બીમારીના ખાટલા જેવી સ્થિતનું નિર્માણ થઇ રહ્યું છે. લોકો શરદી અને તાવના લીધે બીમાર પડી રહ્યા છે. સાથે જ ટાઈફોઈડ, ડેન્ગ્યૂ અને ઝાડા ઊલટીના કેસો વધ્યા છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં બેવડી ઋતુમાં રોગચાળોએ માથું ઉચક્યું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 7480 OPD નોંધાઈ છે. ડેન્ગ્યુના 10 કેસ , મલેરિયાના 12 કેસ, ચિકનગુનિયાના 4 કેસ, વાઇલર ઇન્ફેકશનના 1600 કેસ નોંધાયા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં કુલ 395 દર્દીઓ દાખલ છે, જેમાંથી 29 બાળકો પણ સામેલ છે. એક સપ્તાહમાં અકસ્માતથી ઇજાગ્રસ્ત થયેલા 94 કેસ નોંધાયા જેને એડમિટ કરવની ફરજ પડી છે.