આજે સવારથી જ અમદાવાદના ચંડોળામાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે બાંધકામો તોડવામાં આવી રહ્યાં છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિકે ચંડોળા પહોંચીને કામગીરીની માહિતી મેળવી હતી. જેસીપી ક્રાઈમ પાસેથી સમગ્ર કામગીરી અંગે માહિતી મેળવી હતી. પોલીસ કમિશ્નરે કહ્યું હતું કે, કોઈપણ કાયદો હાથમાં લેશે તો કાર્યવાહી થશે. અહીં બાંધકામ જોઈને કોઈપણ અચંબિત થઈ જાય એમ છે. જોઈને જ નવાઈ લાગે તેવુ બાંધકામ છે. અહીં 2009માં ડિમોલિશન કરાયું હતું અને આજે ફરીવાર શરૂઆત થઈ છે. લલ્લા બિહારી ઘોડા અને રિક્ષાઓ ભાડે આપતો હતો. તેની પાસે 300 રિક્ષાઓ છે.


[[$googlead]]

કોઈપણ વ્યક્તિની સંડોવણી ખુલશે તો તમામ સામે પગલાં લેવામાં આવશે

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક ચંડોળા પહોંચ્યા હતાં. તેમણે સમગ્ર કામગીરીની માહિતી મેળવી હતી. તેમણે કહ્યું હતું કે, ચંડોળામાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. અહીં લલ્લા બિહારી સામે ગુનો દાખલ કરાયો છે અને તેની ધરપકડ પણ કરાઈ છે. કોઈપણ કાયદો હાથમાં લેશે તો કાર્યવાહી કરાશે. લલ્લા બિહારી સાથે કોઈપણ વ્યક્તિની સંડોવણી ખુલશે તો તમામ સામે પગલાં લેવામાં આવશે. આ ઉપરાંત અહીં સક્રિય થયેલા એજન્ટો સામે પણ કામગીરી કરવામાં આવશે.

[[$alsoread]]

પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોર્પોરેશનની સાથે

પોલીસ કમિશનર જી.એસ. મલિકે કહ્યું હતું કે, ચંડોળામાં રહેતા કેટલાક લોકોના આધારકાર્ડ અને પાસપોર્ટ પણ બનાવવામાં આવ્યાં છે. પોલીસ દ્વારા જાતે સરવે કરીને કામગીરી શરૂ કરાઈ છે. આ ઉપરાંત આ કામગીરીને લઈને હાઈકોર્ટમાં અર્જન્ટ પિટીશન પણ ફાઈલ કરવામાં આવી છે. ડિમોલિશનની કામગીરી કોર્પોરેશન કરે છે. પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોર્પોરેશનની સાથે છે. ત્રણ દિવસ પહેલા અહીં પોલીસે કોમ્બિંગ કર્યું હતું. જેમાં કેટલાક લોકોની અટકાયત કરાઈ હતી. હાલમાં આ કામગીરી દરમિયાન બે હજારથી વધુ પોલીસ કર્મીઓ અને એસઆરપીની ટીમો તૈનાત કરવામાં આવી છે.

લલ્લા બિહારી ખોટા દસ્તાવેજ ભાડા કરાર સહિતની પ્રવૃત્તિઓ કરતો

પોલીસ કમિશનર જીએસ મલિક લલ્લા બિહારીના ઠેકાણે પહોંચ્યા હતાં. તેમણે વધુમાં કહ્યું હતું કે, લલ્લા બિહારીના ત્યાંથી અનેક દસ્તાવેજો મળી આવ્યા છે. લલ્લા બિહારીએ 300 રીક્ષા રાખી હોવાનું સામે આવ્યું છે. લલ્લા બિહારી ખોટા દસ્તાવેજ ભાડા કરાર સહિતની પ્રવૃત્તિઓ કરતો હતો. ચંડોળામાં તેણે ઘણા ગેરકાયદે બાંધકામ કર્યા છે. ઘોડા, રીક્ષા સહિત ભાડે આપતો હતો.

  • Follow us on: