ખરાબ રોડ અને તેના રિપેરિંગની કામાગીરીના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.


આ વચ્ચે પૂર્વના ખોખરામાં હાટકેશ્વર સર્કલ નજીક ખોડિયાર માતાના મંદિરની સામે જ ઓવર બ્રિજ નજીક પાંચ ફૂટ ઊંડો ભૂવો પડયો છે પરંતુ તેના રિપેરિંગની કામગીરી કરવાની શરૂઆત તો કરવામાં આવી પરંતુ તેને અધૂરો જ છોડી દેવામાં આવ્યો છે. જેના કારણે લોકોને ત્યાંથી અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ અંગે ફરિયાદ કરતાં સ્થાનિકોએ જણાવ્યું કે, લાંબા સમયથી રોડ પર ભૂવા પડવાના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. આ રોડ પર છેલ્લા ઘણાં સમયથી અવારનવાર ભૂવા પડવાની ઘટના બની રહી છે. જેમાં હાલમાં મોટો ભૂવો પડયો પરંતુ તેને રિપેરિંગની કામગીરી કરવાના બદલે સમારકામ બંધ કરી દેવામાં આવ્યું છે. તેમજ ગટરના ઢાંકણા આગળ ફકત બેરિકેટ લગાવીને સંતોષ માનવામાં આવી રહ્યો છે.


  • Follow us on: