ન્યૂ રાણીપ વિસ્તારમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કામગીરી કરતા મજૂરો માટે બનાવવામાં આવેલી લેબર કોલોનીમાં બુધવારે રાત્રે આગ લાગવાની ઘટના બની હતી.


ત્યારે ફાયરબ્રિગ્રેડને જાણ કરતા ફાયરની પાંચ ગાડીઓએ ઘટનાસ્થળે પહોચીને લોકોને બહાર નીકળી જવા સૂચના આપી હતી. તેમજ પાણીનો મારો ચલાવીને આગ બૂઝાવી હતી. ત્યારે 6 નાની ઓરડી બળીને ખાખ થઇ ગઇ હતી. ત્યારે આગ બૂઝાવતા સમયે ભૂપેન્દ્ર ચૌહાણ અને ધીરુભાઇ લેઉવા નામના બે ફાયરકર્મીને સામાન્ય ઇજા થતા સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યારે 600 જેટલા મજૂરોને રહેવા માટે અલગ-અલગ રૂમ ઉભા કર્યા હતા. જો કે આગની ઘટનામાં મોટી જાનહાનિ સામે આવી નથી. ત્યારે આગનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યુ નથી.


  • Follow us on: