અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં સ્થિત વિનસ એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. બિલ્ડિંગના પાર્કિંગ એરિયામાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાને કારણે પાર્કિંગમાં પાર્ક થયેલા વાહનો આગની ચપેટમાં આવી ગયા હતાં. આગ લાગતા જ બિલ્ડિંગના લોકોએ કાબુમા લેવા પ્રયાસો કર્યા હતાં. ફાયરના સાધનો લઈને વાહનોમાં લાગેલી આગને કાબુમા લેવા માટે પ્રયાસો હાથ ધર્યા હતાં.
આઠ જેટલા વાહનો બળીને ખાક
પ્રહલાદનગર વિસ્તારમાં સ્થિત વિનસ એટલાન્ટિસ બિલ્ડિંગમાં પાર્કિંગ એરિયામાં અચાનક આગ લાગી હતી. આગ લાગતાં પાર્કિંગમાં પડેલા આઠ જેટલા વાહનો બળીને ખાક થઈ ગયા હતાં. બિલ્ડિંગના લોકોએ ફાયરના સાધનોનો ઉપયોગ કરીને આગ હોલવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. વાહનમાં આગ એટલી જબરદસ્ત હતી કે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતાં.
અમદાવાદના ચંડોળામાં કાટમાળમાં આગ
બીજી તરફ અમદાવાદના ચંડોળાના કાટમાળમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. ગરમીને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. કાપડ, પ્લાસ્ટિક અને લાકડા સહિતના સામાનમાં આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગુને કાબુમા લેવા પ્રયાસો શરૂ કર્યા હતાં.