અમદાવાદના ખોખરામાં આવેલા પરિષ્કર એપાર્ટમેન્ટમાં આગ લાગી છે. આ આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાઇ રહ્યા હતા. પરિષ્કર એપાર્ટમેન્ટના ચોથા માળે આ આગનો બનાવ બન્યો હતો. જેમાં રહિશોના જીવ મુસિબતમાં ફસાયા હતા. આગ પર કાબુ મેળવવા માટે મોટી સંખ્યામાં ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. અત્યાર સુધી 18 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ રેસ્ક્યુ દરમિયાન દિલ ઘડક દ્રશ્યો જોવા મળ્યા હતા. ફાયર બિગ્રેડના કર્મચારીઓની સાથે રહિશોએ લોકોના જીવ બચાવવામાં મદદ કરી હતી. આ સમયે મહિલાનું દિલ ધડક રેસ્ક્યુ જોવા મળ્યુ હતુ. તો સાથે જ નાના-નાના ભૂલકાઓ પણ ભારે જહેમત બાદ બચાવાયા હતા. કાળા ડિબાંગ ધુમાડાની વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન કરવુ એ ખરેખર મુસીબત પેદા કરે એવુ હતુ.


[[$googlead]]

આગની ઘટનામાં વધારો 

[[$alsoread]]

તો આ તરફ, મોતને હાથ તાળી આપીને આવેલા લોકોએ પોતાની આપવીતી જણાવી હતી. તેઓએ કહ્યુ હતુ કે, જે રીતે આગના મોં માંથી પાછા ફર્યા છે. તેવી સ્થિતી હવે ફરી ક્યારે નહી આવે. અમદાવાદમાં આગની ઘટના વધી છે. આ આગ પાછળ શું કારણ છે તે અકબંધ છે. અગાઉ પણ આગની ઘટના જોવા મળી હતી. 

  • Follow us on: