ઓઢવમાં પાંચ ગઠિયાઓએ બનાવટી કાગળીયાથી લઈને બોગસ મકાન માલિક ઉભા કરીને દંપતી પાસેથી મકાનના પેટે 42 લાખ મેળવી લીધા બાદ મકાન નહી આપીને માત્ર 8.90 લાખ પાછા આપ્યા હતા અને બાકીના રૂ. 33.10 લાખ ન આપીને ઠગાઇ આચરી છે.


રખિયાલમાં રહેતા 50 વર્ષીય દક્ષાબેને પોતાનું મકાન લેવાનું નક્કી કર્યુ હતુ. આ દરમિયાન સંબંધીના નવા મકાનની પૂજા વિધિમાં પરિવાર ગયો ત્યારે મહિલાના પુત્રના મિત્ર ઉત્કર્ષે મકાન લે-વેચનું કામકાજ કરતા દલાલ ચિરાગ દેસાઇ સાથે મુલાકાત કરાવી હતી. ત્યારબાદ મહિલાએ ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં દલાલ સાથે મળીને ઓઢવમાં મકાન જોયું હતું. જમીન દલાલે રાત્રીના સમયે મહિલા અને તેના પતિને મકાન બતાવ્યું હતું. ત્યારબાદ બોગસ મકાનના માલિક ઉભા કરી જમીન દલાલ ચિરાગ દેસાઈએ મહિલાને તમે વણકર સમાજના છો તેવું મકાન માલિકને ખબર પડે નહી નહીતર મકાન વેચશે નહી તેમ જણાવ્યું હતું. ટોકન, તેમજ વેચાણ કરાર અને દસ્તાવેજ સહીતના કામો માટે થઈને મહિલા પાસેથી કુલ રૂ. 42 લાખ લીધા હતા. જ્યારે દસ્તાવેજ કરાવવા માટે સરકારી કચેરીમાં એપોઇન્ટમેન્ટ લીધી હતી. તેજ દિવસે જમીન દલાલ અને તેના મળતિયાઓના નંબર સ્વીચ ઓફ્ આવવા લાગ્યા હતા. બાદમાં દંપતી ઘરે આવ્યા અને બીજા દિવસે જમીન દલાલની ઓફ્સિે પહોંચ્યા ત્યારે મારી પર ઘણા કેસો છે અને પોલીસ મને શોધી રહી હતી. જેથી હું ફરાર થઇ ગયો હતો. પરંતુ તમે ચિંતા કરશો નહી તમને બીજું મકાન આટલા જ રૂપિયામાં થોડા દિવસોમાં અપાવી દઈશું કહીને દંપતીને ગોળ ગોળ ફેરવ્યા હતા. આ દરમ્યાન મહિલાના પતિને ઓફ્સિે જમીન દલાલે જેને મકાન માલિક દર્શાવ્યો હતો તેવા રાજેન્દ્ર પંચાલ પરંતુ તેમનું સાચું નામ જતીન પટેલ હતું તે મહિલાના પતિની ઓફ્સિે ગત વર્ષે જુલાઈ મહિનામાં આવ્યા અને કહ્યું કે ચિરાગ દેસાઈએ તમારી સાથે ઠગાઈ આચરી છે અને રોજે રોજ તમને જુદા-જુદા બહાના બતાવી રહ્યો છે. બોગસ મકાન માલિક બનવા માટે ચિરાગ દેસાઈએ અમને રૂપિયા આપ્યા હતા અને તમારા જે કોઈપણ દસ્તાવેજો અને મકાનના કાગળીયા બનાવ્યા છે તે તમામ ખોટા અને બનાવટી છે. જેથી મહિલાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ચિરાગ દેસાઈ, જતીન ઉર્ફે રાજેન્દ્ર પંચાલ, મહેન્દ્રસિંહ દરબાર, રમેશ પટેલ, તથા જોગેલા દિવ્યેશકુમાર વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.


  • Follow us on: