અમદાવાદ ફ્લાવર શોને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ફ્લાવર શોની મુદ્દતમાં વધારો કરાયો છે. 24 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલશે, પ્રિ-વેડિંગ શૂટ માટે પણ મંજૂરી અપાઈ છે. છેલ્લા 2 દિવસ પ્રિ-વેડિંગ શૂટ કરી શકાશે, પ્રિ-વેડિંગ માટે 25 હજારનો ચાર્જ નક્કી કરાયો છે. સવારે 7થી 9.30 સુધી પ્રિ-વેડિંગ શૂટ કરી શકાશે અને ફિલ્મ શૂટિંગ માટે 1 લાખનો ચાર્જ નક્કી કરાયો છે.


[[$googlead]]

અમદાવાદનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર ઝળહળતું થયું

તમને જણાવી દઈએ કે ફરી એક વખત અમદાવાદનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર ઝળહળતું થયું છે. અમદાવાદના ફ્લાવર શોને સતત બીજા વર્ષે ગિનિસ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. લોંગેસ્ટ બુકે માટે ગિનિસ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. 10.30 મીટરથી વધુ મોટો બુકે બનાવ્યો છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે લોંગેસ્ટ ફ્લાવર વોલ માટે એવોર્ડ મળ્યો હતો.

[[$alsoread]]

ફ્લાવર શોને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોની શરૂઆત 3 જાન્યુઆરીથી થઈ ચૂકી છે અને લોકો મોટી સંખ્યામાં ફ્લાવર શો 2025 જોવા માટે ઉમટી રહ્યા છે. રજાના દિવસ શનિવાર-રવિવારે તો મોટા પ્રમાણમાં લોકોની ભીડ જોવા મળે છે અને ભારે ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાય છે. ઉલ્લેખનીય છે કે અંદાજે રૂપિયા 15 કરોડના ખર્ચે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. સહેલાણીઓ પણ ફ્લાવરો શો જોવા પહોંચી રહ્યા છે અને ફોટોગ્રાફી કરીને મજા માઈ રહ્યા છે. શનિવાર-રવિવાર માટે ફ્લાવર શોની ટિકિટ 100 રૂપિયા નક્કી કરવામાં આવેલી છે. ફ્લાવર શોમાં વિવિધ સ્કલ્પચર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ફ્લાવર શોને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે અને 400 ફૂટની ક્રેનિયલ વોલ આ વર્ષે આકર્ષણનું કેન્દ્ર બની છે.


  • Follow us on: