પ્રખ્યાત ગુજરાતી કલાકાર દેવાયત ખવડની કાર પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં આ ઘટના બની છે. જેને લઈને પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં દેવાયત ખવડની ગાડી પર હુમલો કરવામાં આવ્યો હતો. જો કે ગાડીમાં ડાયરા કલાકાર દેવાયત ખવડ હતા કે નહિ તે બાબતે હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી. પરંતુ કલાકાર દેવાયત ખવડની ગાડી પર હુમલો કરાયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. સમગ્ર મામલે ફરિયાદ નોંધાવાની પ્રક્રિયા શરુ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેવાયત ખવડની કાર પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. અજાણ્યા શખ્સોએ દેવાયત ખવડની કારમાં તોડફોડ કરી છે. દેવાયત ખવડ ગાડીમાં હાજર ન હતા, પણ તેમના ડ્રાઇવર માત્ર હતા તેવી વિગતો મળી રહી છે. દેવાયત ખવડ હુમલો કોણે કર્યો? ક્યા કારણો સર હુમલો કરવામાં આવ્યો તે અંગે અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. જોકે આ અંગે ચાંગોદર પોલીસે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ કરી છે. 

  • Follow us on: